આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧
ગંગનું ચાતુર્ય.


વળી બીજી એક બેગમે ટાપસી પૂરી “પણ હવે આટલો બધો આપણને બકબકારો શા માટે કરવો પડે? જહાંપનાહ આપણી વાતને ક્યાં અમાન્ય કરે એમ છે? શું એમના હોઠ ઉપર મંદમંદ હાસ્ય તમને વિલસતું નજરે નથી પડતું? એજ એમના ‘હકાર’ની નિશાની ! ! !”

બાદશાહ બીચારો એ મોહિનીયોના હાથમાં ખરેખરો સપડાયો. શું કહેવું અને શું ન કહેવું એનો તેને ભારે વિચાર થઈ પડ્યો. આખરે સંકડામણમાં આવી તેણે કહ્યું “ઠીક, જો એમજ છે તો હું થોડોક સમય તમારા કહેવા પ્રમાણે ગાળીશ.”

બાદશાહના મોઢામાંથી આટલા શબ્દો નીકળતાં તો રાણીયોના હર્ષનો અવધિ જ થઈ ગયો, તેમણે બાદશાહ ઉપર પોતાનો જાદુ બરાબર ચાલ્યો જાણી વધુ હાવભાવ અને નાજ નખરાંથી તેને આંજી નાંખ્યો. તેમણે બાદશાહને તરેહવાર મોજશોખમાં એવો તો તલ્લીન બનાવી દીધો કે તેને રાજ્યનું પણ ભાન ન રહ્યું, દરબાર ભરવાનું પણ પડતું મુકાયું. બેચાર માસ જેટલો લાંબો સમય એવી જ રીતે ગુજરી ગયો. એથી દરબારીયો મુંઝાવા લાગ્યા. બાદશાહ કયા મહેલમાં છે એ પણ ખબર ન પડી, બંડ જાગવાનો ભય લાગ્યો અને બાદશાહની ગેરહાજરી જોઈ કદાચ રૈયત પણ બળવો જગાડે ત્યારે શો ઉપાય ? ! !

દરબારી બીચારા એક ભારે ધર્મસંકટમાં ફસાયા, તેમને બાદશાહ ક્યાં છે એની પણ ખબર પડવા ન દેવી એવો રાણીયોએ દૃઢ સંકલ્પ કરેલો અને વળી બાદશાહને પણ એટલો બધો મોહિત બનાવી મૂક્યો કે દિવસ ક્યારે