આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
બીરબલ વિનોદ.


ગંગ આ સાંભળી બોલ્યો “કોણ જાણે આજે મારા મનમાં શું થાય છે ? મારે એટલું જ માત્ર કહેવાનું કે આ અમરયશ ખાટવાનું કામ બીજો કોઈ દરબારી કેમ નથી કરતો ? તમે આવા મોટા મોટા માણસો છો એટલે તમારામાંથી એકાદ જો આ કાર્ય ઉપાડી લે તો મારા કરતાં વધુ યોગ્ય થઈ પડે તેમ છે ?!”

ચઢેલી વાત પાછી ઉતરે તો બધી મહેનત ફોકટ જાય માટે તેને ઉતરવા ન દેવામાં જ સાર જોઈ માનસિંહે કહ્યું પરંતુ કવિરાજ ! આ કાર્ય તો કવિનું કહેવાય એટલે કવિ શિવાય બીજા કોનાથી એ મહાભારત કાર્ય થઈ શકે ?”

આ જવાબથી ગંગ ચુપ થઈ ગયો, તેનાથી ‘ના’ ન પડાઈ અને આખરે એ કાર્ય તેણે માથે લીધું. આખી સભાએ હર્ષના પોકારથી તેને વધાવી લીધો અને સભા બરખાસ્ત થઈ.

ગંગે વિચાર કર્યો કે “જો આ કાર્ય કરવાનું જ છે તો પછી આજેજ તેની શરૂઆત કરી સારી ! કાલ ઉપર ભરોસો રાખીએ તો વળી ક્યાંક આજની સભાની વાત રાણીઓને કાને પહોંચતાં મુશ્કેલ થઈ પડશે અને તેઓ બાદશાહને એવો સંતાડશે કે પત્તો જ મેળવવો અશક્ય થઈ પડશે. મધરાત પછી ગંગે તૈયારી કરવા માંડી, માથાથી પગ સુધીનો કાળા રંગનો એક મોટો ઝબ્ભો પહેરી માથા ઉપર બે હાથ લાંબી ટોપી મૂકી અને એક હાથમાં માળા અને બીજા હાથમાં એક મજબુત ડાંગ લઈ તે ઘરની બહાર નીકળ્યો. અંધારી સતમાં તે સાક્ષાત્