આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
કૃતજ્ઞ અને કૃતઘ્ન..

જુઠું બોલે છે. પેલે દિવસે તો તેં એનાં વખાણ કર્યા હતાં અને આજે વળી તેને ખરાબ બતાવે છે ?!”

બીરબલે બન્ને હાથ જોડી કહ્યું "હઝૂર ! આપજ ન્યાય કરો કે, હું આપનો સેવક હતો યા કે વંતાકનો?!!” આ જવાબ સાંભળી બાદશાહ ખડખડાટ હસવા લાગ્યો.

વાર્તા ૧૦

કૃતજ્ઞ અને કૃતઘ્ન

એક દિવસે બાદશાહે બીરબલને કહ્યું "બીરબલ ! કાલે દરબારમાં બે એવા પ્રાણીઓ લઈ આવો જેમાંનો એક કૃતજ્ઞ (ઉપકાર માનનાર) અને બીજો કૃતઘ્ન (ઉપકાર ન માનનાર) હોય. બીરબલે બહુજ વિચાર કર્યો, પણ તેનાથી કાંઈ સમજાયું નહીં, એટલે બાદશાહે સખ્ત આજ્ઞા કરી કે "જો કાલે હાઝર નહીં કરી શકો તો ફાંસીએ લટકાવીશ.”

બીરબલ દરબાર ખતમ થતાં ઘેર ગયો અને ચિંતાતુર બની પલંગ પર પડ્યો. તેની દીકરી અત્યંત ચતુર હતી, તેણે પિતાની અસ્વસ્થ તબીયત જોઈ તેનું કારણ પૂછયું. બીરબલે બધી વાત કહી સંભળાવી, જે સાંભળી છોકરીએ કહ્યું “એમાં તે શી મોટી વાત હતી? તમે ચિંતા ન કરો, હું કાલે બતાવી દઈશ.”

બીજે દિવસે જ્યારે દરબારમાં જવાનો સમય થયો ત્યારે તે છોકરી એ કહ્યું "પિતાજી ! આપના જમાઈને અને કુતરાને દરબારમાં લઈ જાઓ.” એ વાત સાંભળતાંજ બીરબલ ચેતી ગયો અને જમાઈને તથા કુતરાને