આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખાવીંદની હજુરમાં જવું નહીં ? નહીં જઇશ તો બધી બાજી બગડી જશે અને પસ્તાવાનો પાર નહીં રહે.' આમ બોલી રાણી તરત કોપભુવનમાં બેઠેલા રાજા આગળ જઇ બે હાથ જોડી બોલી કે, 'અહો પ્રાણનાથ ! મારા ભાઇને માટે લીધેલ હઠ માટેની બનેલી કસુરની ક્ષમા કરો.' રાજાએ રાણીની આવી બનેલી સ્થીતી જોઇ મનમાં બીરબલની બુદ્ધિને શાબાશી આપી બોલ્યો કે, 'ઓ હઠીલી રાણી તારી ચતીરાઇ ક્યાં ગુમ થઇ ગઈ ? કાં તું ઠગાણી કે બીરબલ ? આ તારી રચેલી યુક્તીમાં તું ફસી કે બીરબલ ફસ્યો ? જોયો બીરબલની બુદ્ધિનો ખેલ ? હવે તુંજ વીચાર કરકે વજીરનો હોદ્દો ભોગવવા લાયક કોણ છે ? તારો ભાઇ કે બીરબલ ? જોજે ફરીને મારા કામની આડે આવતી નહીં.' રાજાના શબ્દો સાંભળતાં જ રાણી શરમાઇ ગઈ. અને શાહે બીરબલની યુક્તીનાં વખાણ કરી તેના માનમાં વધારો કીધો.

સાર - સ્ત્રીઓ પોતાના અક્કલ્હીન ભાઇ સારૂ પતી સાથે કેવું તોફાન મચાવે છે ? પરપુરૂષોને જડમુલથી ઉખેડી નાખવા સ્ત્રીઓ કેટલી બધી હદની બહાર જઇ કેવી રીતે ખટપટ ચલાવે છે ? માટે પારકી બુદ્ધિએ ચાલનારી બની સદગુણી પુરૂષોને માન આપી પોતાનાં કરી લેવા.

પ્રીય વાંચક ! પહેલી વાત તે ધ્યાનથી વાંચી હશે ? જેમ રાણીએ બીરબલને ઠગવા માટે જે પ્રપંચ રચ્યો હતો તેમાંથી બીરબલ કેવી ચાલાકીથી છટકી જઇ રાણીને પાણીથી પાતળી ભનાવી દીધી. તેમ તું જો આ જગતના કાલા માથાના માનવીઓની સાથે કામ પાડતા શીખશતો તું કદી પણ ઠગવાનો નથી, ચાલ હવે નીચેની વાત વાંચ.

-૦-