આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વખતે તેના ઓટલા પર બેસીને ચાર જણા મીઠાઇ ખાતા હતા તેમને મારૂં રત્ન બતાવીને સાક્ષી રાખ્યા છે. માટે મહેરબાની કરી ને મારૂં રત્ન રૂ ૫૦૦૦ નું છે તે અગર રૂપીઆ અપાવશો.

જેવો પોતે હતો તેવાજ સાક્ષીઓ હતા. તે ચારે સાક્ષીઓ એકમેકને કહેવા લાગા કે આપણે હવે ચોરી કરવાની કાંઇ જરૂર નથી. દરબારમાં જ‌ઇ સાક્ષી પૂરી આવીશું એટલે આપણા અસલ ભાઇબંધ જે હમણા નવા લીબાસમાં છે તે આપણને રૂ ૫૦૦ આપશે પછી આપણે પણ અસલ જુગારીઓને ઘડીક ઝુકાવશું ! સાક્ષીઓને સમજાવીને હરગોવન પોતાને ઉતારે ગયો.

અંતે સત્યની જય છે. સત્યજ તરે છે. પાપ છાનું રહેતું નથી, છાપરે ચઢીને પોકારે છે. અને તે દુરગંધની વાસ છે. માટે જેમ દુરગંધ લેવા ચહાતું નથી. તોપણ તે સ‌ઉના નાક સુધી જ‌ઇ પહોંચે છે; તેમજ પારકા પાપની વાત જ‌ઇ પહોંચે છે, છાની રહેતી નથી. તો શું બીરબલ જેવો ન્યાયધીશ આ સફેત ઠગની ઠગારી બાજીને ઉઘાડી કરી નહીં નાખે ?

બીરબલે તરત માણસ મોકલીને ધમાશાને બોલાવી મંગાવીને પુછ્યું કે, તમારી ઉપર તમારાજ ગામના રહીશ હરગોવને રત્ન ચોરી જવાનો આરોપ મુક્યો છે. અને તે આરોપ સાબીત કરાવવા માટે તેણે ચાર સાક્ષીઓ રજુ કરેલ છે. તે સાક્ષીઓની મુખ જુબાની ઊપરથી એમ સાબીત થાય છે કે તમે ખરેખર રત્ન ચોરેલું છે. તે રત્ન તમે લીધું નથી એનો કાંઇ પુરાવો તમારી પાશે છે. ધમાશા કાએ કહ્યું કે, ' બીરબલજી ! આ માણસ કેવો છે ! તેના સાક્ષીઓ કેવા છે ! તેનો વીચાર કરીનેજ ન્યાય આપજો. મારો પુરાવો સત્ય છે. તે સત્ય પ્રત્યક્ષ અંહી પ્રકાશી નીકળશે. તે સીવાય મારી પાશે પુરાવો નથી.' તે સાંભળી શાહે કહ્યું કે, ' ન્યાયધીશ સાક્ષીઓની જુબાની ઉપરથી ખરા ખોટાની તુલના કરીને ન્યાય આપે છે. પણ તમે તેના સાક્ષીઓને તોડનારી સાક્ષી રજુ નથી કરી તેથી તેના સાક્ષીઓની જુબાની ઉપરથી તમને અપરાધી ઠેરવવામાં આવે છે.' આ સાંભળી બીરબલે કહ્યું કે, ' હજુર ! ન્યાયધીશોએ જુબાની ઉપર આધાર રાખી ન્યાય આપવાનો નથી. પણ સાક્ષીઓના લક્ષણ ! સાક્ષીઓની રીતભાત ! સાક્ષીઓની બુદ્ધિ ! સાક્ષીઓની જાત ભાત ! સાક્ષીઓનો ધંધો રોજગાર તપાસીને ન્યાય આપવાનો છે. હું આ વખતે એવા અનુમાન ઉપર આવ્યો છું કે જે માણસ જણસ જણસ ચોરી જાય છે, તે ઘરમાં એકદમ હાથ આવે એમ મુકે નહીં. માટે આમાં હરગોવનની કાંઇ ઠગાઇ છે, આ ઠગાઇ પકડી પાડવા માટે ફરીથી સાક્ષીઓને તપાશવાની જરૂર છે.' શાહે કહ્યું કે, ' સાક્ષીઓને બરાબર તપાસવાથી સત્ય શું છે તે તરત જણાયા વગર રહેનાર નથી એમ મારી પણ ખાત્રી થ‌ઇ છે. માટે ફરીથી તપાશ ચલાવો.' શાહનો હુકમ થતાંજ બીરબલે હરગોવન અને ધમશાને એક બાજુએ બેસાડીને પહેલા મોચીને બોલાવીને પુછ્યું કે, ' તું પ્રથમ કહી ગયો છે કે, મેં રત્ન જોયું હતું. પણ તે રંગમાં