આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહા કે મેરી શેઠાનીકા ખસમ ઘર નહીં હે, ઓર વો ખાવીંદકે શીવાય બડી બેજાર થઈ રહી હે. ઊસ લીયે આપ ચલીયે ઓર વસ્લકી મજાહ ચખીયે ? મેં તો ઉસકી સાથ ગયા. મહેલમેં દાખીલ હુવા, બતી જલ રહીથી, એક પલંગ બીછાયા હુવા થા, વ્હાં જાકે મેતો બેઠ ગયા, પીછે ઉસકી શેઠાનીને એક દુધકા કટોરા ભર કર મેરે આગળ ભેજા, ઓર લાંડી બોલી કે દુધ કીસકા હે, મેંને જુવાબ દીયા કે ભેંસ કે ગાઈકા હોગા એસા કહેકર દુધ પી ગયા, ફીર ફુલોંસે ભરી એક છાબ મેરા તરફ ભેજી, મેં તો વો ફુલોકા બીછાના બના કર સો ગયા, બાદ એક અતલસકા કપડા મસલકે ભેજા ઓર કહા કે ઇસકું અચ્છી તરાહશે જમા કે દો. મેને બ્‍હોત મહેનત કી લેકીન ઉસકી ગઠી ન જમનેસે ચીડાકે ફેંક દીયા. યહે સબ હકીકકત સેઠાની સુનકર બડી ખફા હો ગઇ, ઓર કહેને લગી કે એસે હેવાન ગધેકું કહાંસે ઉઠા લાઇ ? માર ધકા ઓર નીકાલ દે બહાર. એસા કહેકે લોંડીને મુજે આકે ઉઠા કર બુરે હાલશે દાદરસે નીચે ગીરા દીયા. ઉસ્સે મેરા તો હડી નરમ હો ગઇ, ખુનભી નીકલા મગર કરના ક્યા? ઇશક બાજી હે બુત પરસ્તે હર દ્રશુ રાકાર નેસ્ત, ધોલ છકડ લાત મુકી આબરૂ દરકાર નેસ્ત ઓર લેને ગઇ પુત ઓર ખો આઇ ખસમ વઇસા મેરે પર હાલ ગુજરા. ક્યા કહુ નામદાર સારી રાત મુસીબતમેં નીકાલી ઓર ફજરસે ઉંધે સીરસે લટકબ હું ? સુના હોગા કે રંડીયોકે યાર સદા ખ્વાર, કાટોંકા બીછાના ઓર જુતીઓકાં માર,' બીરબલની આવી મુખવાણી સાંભળતાંજ બાદશાહ ખડ ખડ હસી પડી બોલ્યો કે, 'વાહ બીરબલ વાહ ! તુને અચ્છી બાત બનાઇ ? તેરા તો નહીં મગર મેરી તો એસી બે આબરૂ હુઇથી ? ખુદા જાને કેસી ચાલાક ઓરત ? એસી ઓરત મેને અબતક દેખી નહીં હે ? તુને તો ખુબ એસ આરામ લુટ લીઆ ઓર મેને તો માર ખાયા, નીંદ ગુમાય, મુરખ બનકર મકાન પે આયા?' બીરબલે ગંભીરતાથી કહ્યું કે 'જહાંપના ? જુ કીશ લીએ કહેતે હો કે આપપે એસી ગુજરી ? તોબાહ ! તોબાહ. બાદશાહે કહ્યું કે, 'બીરબલ, અબ સતાના છોડ દે, બોત હુઇ, કુછ કહેનેકી બાત નહીં ? અબ ખુદાકે વાસ્તે જી જલાના નહીં. અબતો તેરીબી ચુપ ઓર મેરીબી ચુપ. બોત બાત ફેલાનેસે ઇજતપે ધબ્બા પડેગા. લેકીન તેરી બાહોંસી દેખ કે મેં બહોત ફીદા હુઆ હું, ઓર ચહાતા હું કે અબ મેરી ચસ્મોકે આગુસે કભીતું દુર મત રહેના, જો ચહીએ સો, લે જા. ઓર હમેશ મેરા રાજકારોભારમેં કાબીલ હોકર મોજ ઉડા. આજસે મેં તેરેકુ કોલ દેકર કસમ ખાકર કહેતા હું કે તેરેસે કોઇ તરેહકી જુદાઇ નહીં રખુંગા ઓર અજીજ દોસ્તકી મુવાફીક નીભાઉગા'. બીરબલે પોતાના નસીબનો ઉદય થયેલો જોઈ બાદશાહને હાથ જોડી નમ્રવાણીથી બોલ્યો કે, 'જેસા આપકા હુકમ, મેંતો આપકા તાબેદાર હું. જો કુછ ફરમાવોગે વોહ ફરમાન બજાનેકે લીયે બંદાભી શીર જુકાકે હાજર હે.' અરસ પરસ સ્નેહની નીકટ ગાંઠ બંધાઇ. ત્યાર બાદ સર્વ વાતે બીરબલ સમૃદ્ધિવાન બની બાદશાહના દરબારમાં સર્વથી માનીતો અને બુદ્ધિશાળી ગણાવા લાગ્યો.