આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરાવી લઈ મને પેટવડીએ રાખ્યો. હમણા જ્યારે આ સારંગી તબલાનો અવાજ મેં સાંભળ્યો ત્યારે એક કવિનું કહેલું કવિત મને યાદ આવ્યું.'

શાહુકાર - તે શું છે?

ઈશ્કી ભીખારીએ કહ્યું કે, સાંભળો.

કવિત

પરી પુરણ પાપકે કારણ તે,
ભગવંત કથા ન રૂચે જીનકો,
તીન વેશ્યાકો પાસ બુલાય લઈ,
નચાવત હે દીનકો રેનકો,
મૃદંગ કહે ધીકહે, ધીકહે,
સારંગી કહે કીનકો, કીનકો,
તબ હાથ ઉઠાયકે નારી કહે,
ઈનકો ઈનકો ઈનકો ઈનકો.

જ્યારે પાપ બરાબર ભરાઈ રહ્યા હોય ત્યારે ભગવાનની કથા ગમતી નથી, એટલે રાંડને બોલાવી રાત દહાડો નાચ કરાવે છે. તે સમે તબલા કહે છે કે ધીક છે, ધીક છે, એટલે સારંગી વાગે છે કે કીનકો, કીનકો, એટલે કોને કોને, તે વખતે રાંડ લાંબો હાથ કરી પોતાનું ગાયન સાંભળવા બેઠેલા તરફ ફરીને કહે છે કે આલોકોને, આ લોકોને.

માટે આ બધું યાદ આવતાં હું જોડા વગાડીને કહું છું કે, મારી ગતી થઈ તેવી તમારી પણ થશે, આટલોજ મારો ખુલાસો છે.'

બીજા શાહુકારની ઉપર આથી ઘણી અસર થવાથી તરત તેણે તે રાંડને કાઢી મુકાવી અને આ ભાગ્યહીણ શેઠને પોતાની પાસે રાખી લીધો. તે સમેથી ત્યાં હાજર રહેલાઓએ રાંડની સોબત કરવી મૂકી દીધી.

આ વાત સાંભળી શાહ ઘણો ખુશી થયો.

-૦-