આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શાહે સદરહુ ફરીયાદ કરનાર માણસને બોલાવીને કહ્યું કે, તારી કુલટા સ્ત્રીનો આ યાર છે, કેમ કે આ અત્તરની શીશી તેં અનામત તરીકે તારી સ્ત્રીને સોંપી હતી છતાં તે શીશીમાંનું અત્તર પોતાના યારને છાંટ્યું છે તેની ખુશબો તું તપાસી લે એટલે તારી પણ ખાત્રી થશે અને ઘેર જઈ તારી ઓરત પાસેથી તે અત્તરની શીશી માગી તપાસીશ એટલે એથી પણ વધુ ખાત્રી થશે. શાહના કહેવા મુજબ તપાસ કરતાં ખરૂં જણાવ્યું.

-૦-