દીલ્લી શેહેરમાં એક બહુ રૂપી ઠગ રહેતો હતો. તે થોડો પઇસાદાર હતો. તેના શરીરના અવયવો એવી રીતે વળતા હતા કે તે પોતાના શરીરને તથા ચેહેરાને તરેહવાર રૂપ આપી શકતો હતો. એક સમે તેણે એક ચનુર ચીતારાને પોતાને ઘેર બોલાવી પોતાની છબી પાડવા કહ્યું. ચીતારાએ તેની કીંમત ઠેરાવી થોડા દહાડામાં તેની છબી લાવવાનો વાયદો કરીને ગયો. કરેલા વાયદાની અંદર તે ચીતારો તેની છબી પાડી લાવ્યો. તે જોઇ તે માણસે પોતાનો ચેહેરો એવી રીતે ફેરવી નાખ્યો કે, તેના ચહેરામાં તથા છબીમાં આસમાન જમીન જેટલો ફરક પડી ગયો તે જોઈ ચીતારો વીચારમાં પડી ગયો કે, આમ કેમ થયું. છબી બનાવતાં પોતાનીજ કાંઇ ભુલ થઈ હશે જાણી ચીતારે ચહેરો ફરીથી ચીતરવા કબુલ થયો. થોડા દહાડામાં પોતાની ખાત્રી પુરવક કામ કરી ચીતારો પાછો આવ્યો તો તે ઠગે કાંઇક ફેરફાર કરયો. આ પ્રમાણે ચાર પાંચ વખત થતાં તે થાક્યો. ચીતારાએ વધુ ફેરફાર કરવાની ના પાડી. મેહેનતના પઇસા માગ્યા. ઠગે કહ્યું કે, મારી છબી તેં બરોબર પાડી નથી છતાં પઇસા સાના માગે છે ?
ચીતારો--પાચ છ વખત તમારી છબીમાં ફેરફાર કરવા છતાં તમે કહો છો કે, છબી બરોબર નથી એ શું ? મને મારી મહેનતના પઇસા આપો.
પઇસા સંબંધી બંને વચ્ચે તકરાર ખૂબ ચાલી. ઠગે ચીતારાને મારવાની ધમકી આપી. આ ધમકીથી ચીતારો ગભરાઈ જઈ તરત ત્યાંથી નીકળી બીરબલ પાસે આવીને તે છબી બતાવી બનેલી સઘળી હકીકત કહી બીરબલે સઘળી વાત સાંભળી લઈ વીચાર કર્યો કે, ઠગે જરૂર આ ચીતારાને છેતરયો છે તે માણસ પોતાના ચહેરામાં કોઈ પણ રીતે ફેરફાર કરી જાણનાર હોવો જોઈએ. માટે આ ચીતારાના પઇસા કોઈ યુક્તી કરી આપવા જોઈએ.
આવો વીચાર કરી બીરબલે ચીતારાને કહ્યું કે, ' તું બે ચાર દહાડા રહીને એક આરસી લઈ પેલાને ત્યાં જજે. તે વખતે મારા બે અમલદારો તારી સાથે છુપા વેષમાં આવશે. પેલા માણસને તું કહેજે કે, હું તમારી આબેહુબ છબી પાડી લાવ્યો છું. આમ કહીને આરસી