આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ બંનેને ઉભા રાખો.' સીપાઇએ હુકમ મુજબ બંનેને ઉભા રાખ્યા તે જોઇ બીરબલે હુકમ કીધો કે જુઓ છો શું ? ગુલામનું ડોકું ઉડાવી નાંખો. આ હુકમ સાંભળતાંજ સીદી ગુલામ ડરી જઇને તરત પોતાનું ડોકું પાછું ખેંચી લીધું. અને શાહુકાર તો જરાપણ ન ડરતા અડગ થઇ ઉભોજ રહ્યો, આ જોઇ બીરબલે કહ્યું કે, ' આ બેમાંથી ખરો ગુલામ સીદી છે એમાં જરાપણ શક નથી. પોતાનો અપરાધ છુપાવવા માટે આ ખરા અને પ્રમાણીક શેઠના પ્રમાણીકપણાને ડાઘ લગાડવાને માટેજ ગળે પડ્યો છે. અલ્યા નીચ ! તારી નીચતા મુકી દ‌ઈ તારા શેઠને તાબે થા. નહી તો તારી કરણીના ફળ તને ચાખવા પડશે ?' બીરબલનો આવો કડક હુકમ થતાંજ તે ગુલામ તમામની ક્ષમા માગી પોતાના શેઠને તાબે થયો. બીરબલની આ ચમત્કારીક ઈન્સાફની ખુબીથી શાહ સહીત તમામ કચેરી ચકીત બની ગ‌ઇ.

સાર--પારકો માલ પચાવી પાડવા માટે પારકી સ્ત્રીઓનું હરણ કરવા માટે, નીચમાંથી ઉંચ થવા માટે, કદીપણ બગરૂપ ધારણ કરી બીજાને ગળે પડવાની પડેલી ખોટી ટેવને સુધારવી. આવી દાદાગીરી કરવા જતાં બળીદાન દેવું પડે છે. વાંચો કે ગુલામ હોઇ શેઠ બનવા જતા કેવીરીતે સપડાઇ ગયો. માટે સત્ય હોય તેજ પ્રકાશી નીકળે છે.


-૦-