આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા ચોવીસમી.
-૦:૦-
બગડેલી બાજી સુધારી.
-૦:૦-

બળ બુદ્ધીનું જો પ્રબળ તો, બળ અકલ નર તે દાખવી.

સર્વસ્વ તે જગ વશ કરી, મહીમા બતાવે નવ નવી.

એક દીવસે એક ફકીર બાદશાહની સમીપ આવી આશીર્વાદ આપી કહ્યું કે, 'અહો, ખલકે ખાવીંદ ! મકાસરીફની પ્રસાદીરૂપ 'સબજા' મકેથી લઇ આપને આપવા, આ મુશકીન ફકીર હંઇ સુધી આવીઓ છું. માટે તે પ્રસાદીરૂપ 'સબજા' સ્વીકારો.' એટલામાં એક બામણ આવીને બાદશાહના હાથમાં વીભુતી અને ચોખા આપીને કહ્યું કે, 'અહો, અધીશા ? સકળ જગતમાં આપનો જયજયકાર થાઓ. હું એક રંકમાંનો રંક બ્રાહ્મણ છું, અને આપના ખુબીવંતા દીલના દર્શન કરવાની અભીલાષાથી આપની ભેટ લેવા આવીઓ છું. અમારા ધર્મ શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે રાજા, ગુરૂ, જોષી, દેવી અને વિદ્વાનની ભેટ લેવા જતાં ખાલી હાથે જવું નહી, પણ કાંઈ ફળ કીંવા માંગલીક વસ્તુ લઈ જઇને તે અર્પણ કરવી. મારી પાસે બીજું કશું ન હોવાથી આ માંગલીક વીભુતી અને ચોખા આપને આપી મનેચ્છા સફળ કરૂં છું.'

બાદશાહે અમીર મીરજાખાંના હાથમાં આપીને કહ્યું કે, 'આ બ્રાહ્મણે મને શેની ભેટ આપી છે? મીરજાખાંએ તે જોઇને કહ્યું કે, 'જહાંપનાહ ? આતો રાખ અને ચાવલ છે. આ ઉપરથી આપનું બુરૂં કરવા ઇચ્છતો હોય એમ જણાય છે ?' મોટાને કાન હોય છે પણ સાન હોતી નથી. એ મુજબ રાજાએ મીરજાખાનનું સાંભળી લઇને એકદમ કોપાયમાન બની તે બ્રાહ્મણને ધક્કા મારી બહાર કાઢવાનો હુકમ કીધો. બાદશાહનો હુકમ થતાજ અફીણી ગંજરીઓએ તે બીચારાને ધકા મારી દરબારમાંથી હાંકી કાઢ્યો. મુળ તે મીયાં ભાઇ બ્રાહ્મણ પર મીઠું વાટનાર, અને ભાવતું વઇદે ચીંધ્યું પછી શું જોઇએ?

ફકીરની આપેલી સબજા જોઈ શાહ ઘણો જ ખુશી થયો, અને તે બદલ તેને એક હજાર રૂપીઆ ઇનામ આપી વીદાય કીધો.નીરાસ થઇ બ્રાહ્મણ જેવો દરબારમાંથી બહાર નીકળ્યો તેવોજ બીરબલ તેને મળ્યો. બ્રાહ્મણનો ઉતરી ગયેલો ચહેરો જોઈ બીરબલે તેને પુછ્યું કે, 'ભાઇ ! કેમ ઉદાસ છો ! તમોને શું દુખ છે. તે જો કહેવામાં કશી અડચણ ન હોય તો સુખેથી મને જણાવો.' બળી ગયેલા માણસને ચુનાનું પાણી અને તેલનો લેપ થવા સરખાં