આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
નળાખ્યાન

કદિલ થંભ શોભે અતિ સુંદર, સાકર સરખી શેલડી;
લવિંગલતા ને લિંબુ લલિત વળી, વિરાજે વૃક્ષવેલડી.
નાલીએરી નારંગી નૌતમ, નીચાં નમ્યા બહુ નેત્ર;
ફોફળિ ફાલસિ બહુ સુંદરા દીસે, ખજુર ખારેકના ક્ષેત્ર.
પીપળા પીપળિ વડ ને ગુલર, દાડમડીને પલાશ;
 અશ્વથી ઉઅતી નળા રાજાએ, વના નિરખ્યું ચોપાસ.
જળા ફળ સઅબળ દેખીનર હરખ્યો,ઉત્તમા આંબા સાખ;
બાબચિ બીજોરી ને ચિનિકબાલા, ઝુલે ઝુમખા દ્રાખ.
સુંદરા કુમુદનિ સરોવરા માંહે, વાયુ પ્રહારે નમંતી;
દેખી અનળા તે બમણો વ્યાપ્યો, સાંભરી દમયંતી.
શીતળા વાયુ વહ્નિ સરખો, લાગે રાયને તંન;
નગ્ન વૃક્ષા છે કદળીનાં, તેને દેતો આલિંગન.
રંભના ચુંબના કરે કેળને, થડથી મરડી પાડે;
મુખથી શબ્દા કરે જેમ કોઈ, મોટો મેગળ ત્રાડે.
એવે સમે બહુ હંસ ત્યાં દીઠા, સુવર્ણનાં છે અંગ;
તે દેખી દમયંતી વિસરી, ટળી ગયો અનંગ.
નહોતું દીઠું તે મેં દીઠું, આવ્યો દીસ અનુક્રમી;
આવી કનકની જાત પંખીની, બ્રહ્માએ ક્યારે નિરમી.
એકા હાથ પડે એમાંથી, પાલું પાસે રાખું,
રમાડું જમાડું એને, દુઃખદાડા ખોઈ નાખું.
શરપ્રહર કરું જો એને, તો એ થાય નોધન;
ગ્રહણ કરવું જોઇએ જીવતું, ભૂપ વિમાસે મન.
એવે સકળ પંખીનો રાજા, દીઠો પૃથ્વીમાંય;
વૃક્ષતણે થડ નિદ્રા કરીને, ઉભો છે એક પાય.
તેને દેખી નળ મનમાં હરખ્યો, ભેદા કરી પરવરિયો;
અંબા ઓઢી અંગા સંકોડી, શ્વાસ રુંધના કરિયો.
દ્રુમ થડ પુંઠે નળ ભડ આવ્યો, બેશી આઘો ચાલ્યો.
લાંબો કર કરી લઘુલાઘવીમાં, પંખીનો પગ ઝાલ્યો.

વલણ

ઝાલ્યો પંખી જાગી ઉઠ્યો, નળને કીધા ચંચના પ્રહાર રે;
પછે પોતાની વાણી એ કરી, કરવા લાગ્યો પોકાર રે.