આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
નળાખ્યાન


કડવું ૧૧ મું – રાગ સામેરી.

ચતુરા ભીમકની કુમારી, તેણે અકલિત વાત વિચારી;
નથી હંસ દે તો મુને સહાવા, પણ નવ દેઉં એહેને જાવા.
પંખી ધીરે કમલને કાજે, હાથ આપ્યા મને મહારાજે;
જોગવાઇ જગદીશે મેલી, મહારી કમળ જેવી હથેલી.
શરીર સઘલું કહીંએ સંતાડું, પાણપંકજ એહને દેખાડું;
પોતાનાં વસ્ત્ર દાસીને પેહેરાવી, બેઠી ચેહેબચામાંઅ આવી.
મસ્તકા મૂક્યું પલાશનું પાન, વિકાસી હથેલી કમળ સમાન;
મધ્ય મૂક્યું જાંબુનું ફળ, જાણે ભ્રમર લે છે પીમળ.
પોતે નાસિકાએ ગણગણતી, ભામા ભમરાની પેરે ભણતી;
હંસે હરિવદની જાણી, ના હોય પંકજ પ્રેમદાનો પાણિ.
બેસું જઇ થઇ અજ્ઞાન, પરણાવવો ચે અળા રાજાન.
આનંદા આણી અંબુજ ભણી ચાલ્યો, બેસતાં અબળાએ ઝાલ્યો.
દમયંતી કહે શેં ન નાઠો, હલ્યા ગાઠુઓ થઇને ગાઠો;
મુને દોડાવી કીધી દુઃખી, મુવા પહેલાં હું ના ઓળખી.
તારા અવગુણ નહીં સાંભરું, મુને બાપના સમ જો મારું;
હંસ કહે શું જાઓ છો ફૂલી,નથી બેઠો હું ભ્રમે ભૂલી.
હું માં પ્રાક્રમછે અતિ ઘણું, ચંચપ્રહારે તારા હસ્ત હણું;
દમયંતી કહે હંસ ભાઈ, તારે મારે થઈ મિત્રાઈ.
અન્યોયે તે બોલ જ દીધો, હાથેથી મૂકીને ખોળે લીધો;
તમો વિખાણ કીધું સબળ, તે ભીઆ કોણ છે નળ.
તેનાં કોણ માત ને તાત, મુને વિખાણી કહો વાત;
હંસ બોલ્યો મુખે તવ હસી, અબળા દીસે ઘેલી કશી.
તેના ગુણ બ્રહ્મસભામાં ગવાય, નળ તે વિષ્ણુ આગળ વખણાય;
એ ભીઆ મોટા ચતુર સુજાણ, જે હું નળની કરુંરે વિખાણ.
નળ દીઠો નહીં તે નર રોઝ, સાંભળ્યો નહીં તે વ્રખડોજ;
જોયો નહીં તેનાં લોચન કહેવાં, મોરપીછ ચાંદલીઆ જેવાં.
એટલામાં મન વિહ્વલ કીધું, ચિત્તા મહિલાનું આકરશી લીધું
બેહુ કર જોડીને નમયંતી, હંસ પ્રત્યે કહે દમયંતી.
હું પૂચું છૌં બીહીતી બીહીતી, નળની કથા કહો અથા ઇતિ;
છે બાળક વૃદ્ધ જોબન ધામ, શે અર્થે નળ ધરાવ્યું નામ.