આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪
પ્રેમાનંદ

પ્રઆણત્યાગે નથી હું બીતા, શું કરું સ્વામી પાખે જીવી;
કેશનો પાંગરો ગુંથી ગ્રંથે, લેઇ ભરાવ્યો ફાંસો કંઠે.
હો વિષ્ણુ એટલું માગતી અમ્રું, નળની દાસી થઈ અવતરું;
એવે કલજુગે ધાર્યું મંન, કરું કૌતક હું ઉત્પન્ન.
મરણથી ઉગારી લીધી, ત્યાં માયા કળીએ કીધી;
દીથી તાપસ આશ્રમ વાડી, ગઈ દ્મયંતી ફાંસો કહાડી.
નગ્ન દિગંબર છે મહંત, થઈ પાસે હરખ્યું ચંત;
બોલે કળીજુગ નાસા ગ્રહી, અપ્રીત મચ્છ માટ થઇ.
શકે ભીમકસુતા દમયંતી, તજી નાથે હીંડે ભમયંતી;
અલ્પ અપરાધની ભ્રાંતે, કામને તજી છે કાંતે.
ભીમક સુતા આનંદી અપાર, જોગી જગદીશને અવતાર;
ફરી અક્રીને પાગે નમે, નળનું પ્રશન કરોજી તમે.
મુનિ કહે નળને છે ક્ષેમ, પણ ઉતર્યો તુજથી પ્રેમ;
નળ નારી શોધે છે અન્ય, તું કરજે ઉપજે મન.
તવ હરખ્યો પ્રેમદાનો પ્રાણ, મારા પ્રભુને છે કલ્યાણ;
લક્ષ નારી કરો રાજાન, પણ મારે નળનું ધ્યાન.
ઠરી ઠાર તે જાણી નળ, નારીએ લીધાં જળ ફળ;
પામે વિરામ કીધું શયંન, નિદ્રાવશ થઈ સ્ત્રીજંન;
સ્વપ્નાંતર દીઠા નળ રાય, જાગી તો દુઃખ બમણું થાય.

વલણ

નળની સ્ત્રી નિદ્રામાં, સ્વપન વિષે પુણ્યશ્લોકરે;
ચાર ઘડીએ જાગી ચતુરા તો, આશ્રમ વાડી ફોકરે.

કડવું ૪૦ – રાગ:મહલાર.

ભીમક્સુતા જાગી કરીને, ચારે દિશાએ જોયરે;
નહીં તાપસ વન બિહામણું, નળની નારી રોયરે.
હું પાપણીને પગલે કરીને, મુનિએ મૂક્યો ઠામરે;
મેં કોણે કૃત્ય રે આચરયાં જે, વિષત પડે છે આમરે.
હીંડે સાદ કરતી વનમાં, ત્રિભોવન નાયક નરરે;
ગગને રહ્યા હરખે ઘણું, મેં ઉવેખ્યા અમરરે.