આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૩
નળાખ્યાન

જગ્નમંડપ જોયો નહીં, નહીં જોયો દિક્ષિત નરેશ;
ઘેલો જસો આવ્યો ધસ્યો, સર્વને મારે ઠેસ.
લોક કહે હો ઘેલીયા, ટેહેલીયા અંતરના અંધ;
ભિક્ષુક ભ્રષ્ટ વિકળ દષ્ટ;શો સ્ત્રી સાથે સંબંધ.
કહ્યું કોનું નવ સાંભળે, છે કલેવરમાં કષ્ટ;
એવે સુદેવ ને દમયંતીની, મળી દષ્ટે દષ્ટ.
નિમેષ થાતી રહી નયણે, વિચારમાં પડ્યાં બેહ;
મારે પિયરથી પધારિયો, સુદેવ સાચો એહ.
વિપ્ર કો વિદર્ભનો એ, નહાનપણ મધ્ય નેહ.
માંહોમાંહે જોયાં કરે, સર્વને થયો સંદેહ.
ગુરુએ ગોરી ઓળખી, જડ્યું અબળાનું એંધાણ;
ભામિનિના ભાલ ઉપર, વિધિએ નિર્મ્યો ભાણ.
અગોપ રાખતી માસી મંદિર, કેશકેરી લટ;
ખસી વેણી સૂરજ ઝળક્યો,હૃદે ભરાયું ઉલટ.
સમીપ આવ્યાં સામ સામાં, નેત્ર જળ જેમ નેવ;
સાથે બન્યો બોલિયાં, હો દમયંતી સુદેવ.

વલણ.

સુદેવ દમયંતી મળ્યાં, ધરણી ઢળ્યાં મૂર્ચ્છા હવીરે;
સભા સર્વ વિસ્મય થઇ,આ તો વાર્તા દીસે નવીરે.

કડવું ૪૮ મું – રાગ વેરાડી.

મૂર્ચ્છાથી મહિલા જાગી, પૂછ્યું ગોરને પાગે લાગી;
શકે છો ઘરના મુની, હા દીકરી કાં તું સુની.
દુર્બળ કોણ કારણે, દાસી માસીને બારણે;
ઓળખી નહિં તુંને માડી, મેં દેહીની કળા પાડી.
શું માસીએ દુઃખ દીધું, નાજી પાછળ કીધું;
નાથજીએ તને કાં મૂકી, હું નેટ કાંઇએક ચૂકી.
નથી બાઇ તું ચુકવાવાળી, નહીં તજે અન્યા ટાળી;
માતા પિતા જે તારાં, રોતાં હશે તે ચોધારાં.
પીયરથી આવ્યો સતી, શું પ્રગટ્યા નૈષધપતી;
હા નળની થઇ છે શોધ, મુજને દ્યો છો પ્રતિબોધ.