આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
અખો ભક્ત

અખા ભક્ત. નામજ છે. આ સસારમાં જ્ઞાન અને સંત સમાગમ વગર સર્વ મિથ્યા છે. એમ જણાય છે કે એના જ્ઞાનના મુખ્ય આધાર શ્રીશંકરાચાર્યના જ્ઞાન અને સિદ્ધાંતપર છે, ને તેજ જ્ઞાનના એને ઉપદેશ કીધો છે. મેક્ષનુ જે મુખ્ય સાધન એના લક્ષમાં આવ્યું છે તે માત્ર “અહમ્ બ્રહ્માસ્મિ,’’ પણ તે હાલના વેદાન્તીએ જેમ માની બેઠા છે તેમ નહિ, પણ ખરા જ્ઞાનના હૈતુ સમજ્યા પછી, અનુભવ બિંદુમાં એ પોતે લખે છે કેઃ 2 સાધન સર્વ વિચાર, બુદ્ધિથી તેને શેાધી, હું હિતુ નહિ તેહ, નહી ધરમુક વિરાધી; ગુરૂથા તારા તુ જ,નથી કેાઇબીજો ભજવા, બાહ્ય સુરતને ટાઢ્ય, વાત્સ્ય અંતરમાં સેવા’ એના મુખ્ય હેતુ એટલેૉજ જાય છે, જેમ અગ્રેજીમાં પાપ કવિએ કહ્યું છે કે ‘man know theyself 'તેમજ તારા પેાતાનેજ તુ' પીછાણુ, એટલે અહંતા મમતા સધળી પર થશે. અને આજ વિચાર સત્ય પણુ છે. જ્યાં સુધી પોતામાં કોણ છે, પોતે કાણ છે એ સર્વ રીતિ યથાય જાણુ- વામાં આવે નહિ ત્યાં સુધી યથાર્થ જ્ઞાન તત્ત્વ પ્રાપ્તિ થાયજ નહિ. માયાનું આવરણ માંઢા આગળ હોય ત્યાં સુધી પરબ્રહ્મનુ જ્ઞાન થવુ મુશ્કેલ છે, તેથી તે આવરણ દૂર કરવા માટે બુદ્ધિથી સત્ય શોધવાની ધણી જરૂર છે. એકવિની કવિતા અતિ સખત ને ગંભીર અસરકારક છે.ને વેદાંત વિષ- યના છપ્પાઓ તા તાપતાગાળાની પેઠે સાંસરા હૃદયમાં પેસે તેવા છે. છપ્પામાં મેળવેલા જ્ઞાનના,એના અનુભવના ખરા ચીતાર છે. એણે સંસાર અને પથા સારી રીતે જોયા છે ! તે પછીજ સદ્ગુરૂનો પ્રાપ્તિ થઇ જાય છે. એણે બીજા ગુરૂખાને માટે બેધડક લખ્યુ’ કે ‘ગુરુ થઇ એડી હોંસે કરી, કઠું પાણુ શકે કેમ તરી,’ અયાત્ ચુટ્ટુ પેતેિજ અજ્ઞાની મોટા ભાયારૂપી પહાણ કઠે વળગેલા તેને પોતાને તરવાના સાંસાં હૈ। પછી તે બીજાને કેમજ તારી શકશે? અને તેવાજ વિચારથી એના સ્વાભાવિક ઉપદેશ છે.એ એમ માનતા જણાય છે કે સપુરુષને શોધ્યાત્રિના કદી. પણુ યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થવાની નથી. ધમઁ કર્મ આદિ સાધનાને એણે જૂઠાં ને દંભનાં કારણેા કહ્યાં છે, ને તીય આદિક કરવાનેમાટે ના પાડી છે. પણ હિર ને હરિજનને સેવવાના ઉપદેશ કરવાને એ ચૂકયા નથી. ‘તીર્થ કેાટી હરીજનને ચરણુ,' એમ કહીને હરિજનના પક્ષ સબળ કયા છે. જીવ ઈશ્વરની ઐકયતા એને પૂછું જ્ઞાન થયાથી સારી પેઠે સમન્નઈ છે, ને એ વિષયમાં એટલુ અધુ' તા એ સમજેલા જણાય છે કે મેટા મેટા વેદાંતીખા પણ કેટલીક