પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૦૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮૮
શામળ ભટ.

૩.૮ શામળસર. પ્રીતે પરણી ઉઠીયાં, પામ્યાં અતિ ઉલ્લાસ; સુખ પામી અતિસે ધણું, કહે કવિ શામળદાસ, પ્ર-પેલું મંગળ વર્તતાં, વનિતા ખાલી વાણુ; રાતી વસ્તુ વખાણીએ, તમેા છે. ચતુર સુજાણુ. ઉ–રાતી પાની પગતી, રાતા અધર પ્રવાળ; રાતા રંગ મા, શુક નાસા પશુ લાલ. પ્રશ્યામ નીલ ને પીત વળિ, વસ્તુ શ્વેત વખાણુ; કહેા એટલું થજી, જે છે ચતુર સુજાણુ. ઉશ્યામ તા કીકીઆંખ્યની, શ્યામ ભમર શુભ ભાગ; શ્યામ તે અંજન આંજીયું, શ્યામ તે વેણી નાગ. નીલી પહેરી કચુકી, નીલ કમળનું ફૂલ; નીલુ કંકણ ચૂડલે, નીલું ત્રાજી અમૂલ્ય. પીળું સુવર્ણ શાભતુ, પીળી ક્રુસર આડ; પીળાં પટકુળ પહેરી, જોતાં માહ પમાડ. શ્વેત તેણુ છે શાભિતાં, શ્વેત શશીસમ મૂખ; શ્વેત હાર માતિ તણા, શ્વેતાં ભાંગે ભૂખ. પ્ર-ખાંધ્યા તાંતણે સપ્ત નર, એવા નર મળી ચાર; એહ બતાવા રાય, થઈ તેની એક નાર. ઉ–પુષ્પક માલ્યેા પ્રીતથી, તમે જુએ આ ઠામ; પૂછે। છે જે પ્રેમથી, ચેારી એનું નામ. સત્ય કહેા છે. રાયજી, હું હરખી મન આજ; વિઘ્ન જો સઉ તમતણાં, અવિચળ તપો રાજ. ચાર વેદની ધૂન થઈ, આશીર્વચન ભણાય; આજ્ઞા માગીગારની, ઉઠ્યાં વર ફ્રન્યાય. ગેાત્રજ પાસે આવિયાં, રમવા પાસા સાર; ત્યાં જિત્યાં પદ્માવતી, હાર્યો રાજકુમાર. ત્યાં કૌતક વિવિધ કરે, રાયતે હરખ ન માય; મીંઢળ છેડા છાડીયા, ગુરુને લાગ્યાં પાય. મંદિરમાં રહી માનુની, ગયા સલામાં રાય; કહે શામળ શું વર્ણવું, રાજકુંવર ન્યાય. ૬૩૭ ૬૩૮ ૬૩૯ ૪૦ ૪૧ દર ૬૪૩ ૬૪૪ ૪૫ ૬૪; ૬૪૭ re ૬૪૯ ૫૦