પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૨૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧૨
અખો.

પર અખા. કહે અખે એ વાજિત, નિજ સ્ફુરણુ મહંતને; એ સમસ્યા તેણે લહી, જેણે સેવ્યા હરિગુરુ અંતને. ૧૧ કડવું ૧૯ મું. વસ્તુ કરું હારદ વસ્તુ જ જાણેજી, શુંએ જાણીને દ્વૈત ઉર આગેજી; અદ્વૈતના દ્વૈત કર્યું કાઈ શાણેજી, આપ કે રૂપ તે આપ વખાણેજી. ૧ પૂર્વછાયા. વખાણે તે વિગતે કરીને, આપે કહે આપે સુણે; જેમ ગાડી મૌવર વિષે, સ્વર દીએ ને ભાષા ભણે. પિડ માંહે તે જીવ કાંથે, અને જીવને કાંથા પિડ; એ ચલણ હક્ષણ ચિકૂંપ તાહારું, આપ માંહેથી ઠંડ. તું તે હું તે હું તે તું, ધ્યેય ધ્યાતા તું રામ; ઉંડું વિચારી આપ નિખૈ, આપે આપનું કામ. છે. કૈવલ્ય સ્વામિ સત્ય તમા, દીશા ઈશ્વર માયા જીવ; એ ત્રણે પ્રકારે થાઓ તવત, પણ સ્વભાવે તમે શિવ. અણુછતી અન તમારી, અંગીકૃત સરખી અશી; તે મધ્ય પડિયું ધામ તમારું, ત્યારે ઈશ્વર થઇને વિક્ષસી. તે ઈશ્વરના ઐશ્વર્ય વિષે, અનંત જીવ ઉપજે મરે; ચૈતન્ય ચાલ્યું આવે તમારું, તેમ તેમ માયા પરવરે. જેમ કાચનું મંદિર રચ્યું, નીલ પીત શુભ્ર શ્યામનું; તે ઉપર તપ્યા સૂર જ્યારે, ત્યારે વિચિત્ર રૂપથયું ધામનું. ધ્રુવલ્યસૂરજ તપે સદા, માયા તે મંદિર કાય; ઈશ્વર નામ તે તેનું, જીવ થઈ માન્યુ સાચ. અધિષ્ટાન તે તમે સત્ય સ્વામિ, તેણે એ ચાલ્યું જાય; અણુછતા જીવ હું હું કરે, પણ ભેદ ન પ્રીઅે પ્રાય. કહે અખા તમે નાથ નિર્ગુણુ, સગુણુ થયા વેષે જંતને; એ કળા તમારી પ્રીવા, જન સેવે હરિ ગુરુ સંતને. કડવું ૨૦ મું. ૩ ૐ ૭ . ૧૦ ૧૧ એમ એ નાટક ચાલ્યું જાયછ, જેના સ્વામી તમે પ્રભુ રાયજી; કૈવલ્ય ઈશ્વર ભૌતિક ક્રાયજી, અણુછતા જીવ મધ્યે ઉભા થાયછ. ૧