પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
નરસિંહ મેહેતો..

પદ ૭૯ મું-રાગ પ્રભાત.

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;
આવડી ધુમ મચાવે વ્રજમાં, નહી કોઇ પૂછનાર રે. જશોદા.
શીંકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;
માંખણ ખાધુ ઢોળી નાખ્યું, જાન કીધું આ વાર રે. જશોદા.
ખાંખા ખોળાં કરતો હીંડે, બિહે નહી લગાર રે;
મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહિયે લાડ રે. જશોદા.
વારે વારે કહુંછું તમને, હવે ન રાખું ભાર રે;
નિત ઊઠીને અને ક્યમ સહિયે, વસી નગર મોઝાર રે. જશોદા.
મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો નબ્હાર રે;
દહીંદૂધનાં માટ ભર્યાં છે, બીજે ચાખે ન લગાર રે. જશોદા.
શાને કાજે મળીને આવી, ટોળી વળી દશ-બાર રે;
નરસંઇયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે. જશોદા.

૫૬ ૮૦ મું–ાગ ધાળ જમા તા જમાડું રૅ, જીવન મારા. વાલાજી મારા, સાત્રણ થાળ ભરી લાવુ; કાંઇ મોતીડે વધાવુ રે, જીન મારા. વાલાજી મારા, ખાજાં જલેબી ને મેવા; કાંઇ ધીરે ધીરે લેવા રે, જીવન મારા. વાલાજી મારા, શીા પુરી ને કસાર; ક્રાંઇ ઊપર ઘીની ધાર રે, જીવન મારા. વાલાજી મારા. જમના જળ ભરી લાવુ; કાંઇ આચમન લેવરાવું ?, જીવન મારા. વાલાજી મારા, પાનની ભીડી આપુ; માંહીલવિંગ સાપારી નાખું રે, જીવન મારા. વાલાજી મારા, આવે તે। આસન આપું; વીણીએ ઢાળું વાયુ રે, જીવન મારા. વાલાજી માગ, સુંદર સેજ સમા; કાંઇ રંગભેર રમાડું રે, જીવન મારા. વાલાજી મારા નરસંઇચા સ્વામી રંગ કીધા; કાંઇ ભાગ સરીને લીધા રે જીવન મારા. જશાદા. જશેાદા. જગાદા. જાદા. જાદા. જશોદા. ટેક.