આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાધના


ભારે આપત્તિઓ વેઠવી પડી. આ બાર વર્ષનો હેવાલ આ ઉપસર્ગો અને પરિષહોનાં કરુણાજનક વર્ણનોથી જ ભરાઈ જાય છે. જે ધૈર્ય અને ક્ષમાની વૃત્તિથી એમણે એ સર્વ સહી લીધાં, તેથી સ્વાભાવિક રીતે જ આપણું હૃદય એમની તરફ આદરભાવે ખેંચાય છે. સર્પ જેવાં વેરને ન ભૂલનારાં પ્રાણીઓ પણ એમની અહિંસાવૃત્તિના પ્રભાવ તળે આવી વૈરભાવ છોડી દેતાં. પણ મનુષ્ય ઘણીવાર સર્પ અને વાઘ કરતાં યે વિશેષ પરપીડક થતો એમ એમનું જીવનવૃત્તાન્ત બતાવે છે.


કેટલાક પ્રસંગો:
મોરાક ગામ

૫. એકવાર મહાવીર મોરાક નામે ગામ પાસે આવી પહોંચ્યા. ત્યાં એમના પિતાના એક મિત્ર કુલપતિનો આશ્રમ હતો. એણે મહાવીરને પોતાના આશ્રમમાં એક ઝુંપડી બાંધી ચાતુર્માસ સાધના કરવા વિનંતિ કરી. ઝુંપડી ઘાસની બનાવેલી હતી. વરસાદે હજી મંડાણ કર્યું ન હતું. એક દિવસ કેટલીક ગાયો આવી અને એમના તથા બીજા તાપસોના ઝુંપડા ખાઇ જવા લાગી. અન્ય તાપસોએ ગાયોને લાકડી વતી હાંકી કાઢી, પણ મહાવીર તો પોતાના ધ્યાનમાં જ સ્થિર બેસી રહ્યા, આવી નિ:સ્પૃહતા બીજા તાપસોથી

૮૩