આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહાવીર


ખમાઈ નહિ, અને તેથી એમણે કુલપતિ પાસે જઇ મહાવીરે પોતાની ઝુંપડી ખવાડી દેવાની વાત કરી. કુલપતિએ મહાવીરને બેદરકારી માટે ઠપકો આપ્યો. આથી મહાવીરે વિચાર્યું કે પોતાને લીધે અન્ય તાપસોમાં અપ્રીતિ થાય માટે એમણે ત્યાં રહેવું ઉચિત નથી.


પંચવ્રતો

તે જ સમયે એમણે પાંચ વ્રત ધારણ કર્યાં. (૧) જ્યાં બીજાને અપ્રીતિ થાય ત્યાં વસવું નહિ; (૨) જ્યાં રહેવું ત્યાં સદા કાયોત્સર્ગx કરીને જ રહેવું; (૩) સામાન્ય રીતે મૌન રાખવું; (૪) હાથમાં જ ભોજન કરવું; અને (૫) ગૃહસ્થનો વિનય કરવો નહિ.*


દિગંબર દશા

૬. એક વર્ષને અન્તે એમને બીજાના મનની વાત જાણી લેવાની સિદ્ધિ પ્રાપ્ત થઇ. એ સિદ્ધિનો એમણે કાંઇક ઉપયોગ પણ કર્યો. એ વર્ષને અન્તે જ એકવાર એક છીંડા-



xકાયોત્સર્ગ = કાયાનો ઉત્સર્ગ. શરીરને પ્રકૃતિને સ્વાધીન કરી ધ્યાનસ્થ રહેવું. એના રક્ષણ માટે કોઇ જાતના કૃત્રિમ ઉપાયો - જેવા કે ઝુંપડી બાંધવી, કામળી ઓઢવી, તાપવું વગેરે લેવા નહિ.

* પોતાની જરૂરિયાતો માટે ગૃહસ્થના ઉપર અવલંબીને ન રહેવું, અને એના કાલાવાલા ન કરવા.

૮૪