આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ
---
પહેલો
ઉપદેશ

૧. જામ્ભક ગામથી જ મહાવીરે પોતાનો ઉપદેશ શરૂ કર્યો. કર્મથી જ બંધન અને મોક્ષ થાય છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ મોક્ષનાં સાધનો છે એવો એમનો પહેલા ઉપદેશનો સાર હતો.


દશ સદ્ધર્મો

૨. સર્વ ધર્મનું મૂળ દયા છે. પણ દયાના પૂર્ણ ઉત્કર્ષ માટે ક્ષમા, નમ્રતા, સરલતા, પવિત્રતા, સમ્યમ, સંતોષ, સત્ય, તપ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ દશ ધર્મો સેવવા જોઇયે. (૧) ક્ષમા રહિત માણસ દયાનું સારી રીતે પાલન નથી કરી શકતો; તેથી જે


૮૮