આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉત્તરકાળ


અન્તિમ નિશ્ચય તેમજ સાધનમાર્ગ પણ એક જ પ્રકારનો સમજાય છે. વૈદિક ધર્મ આજે બહુધા ભક્તિમાર્ગી છે, અને જૈન પણ ભક્તિમાર્ગી જ છે. ઇષ્ટ દેવતાની અત્યંત ભક્તિ વડે ચિત્ત શુદ્ધ કરી, મનુષ્યત્વની સર્વે ઉત્તમ સંપત્તિઓ સંપાદન કરી, છેવટે તેનું પણ અભિમાન તજી આત્મસ્વરૂપમાં સ્થિર રહેવું એ બન્નેનું ધ્યેય છે. બન્ને ધર્મોએ પુનર્જન્મના વાદને ગૃહીત કરીને જ પોતાની જીવનપદ્ધતિ રચી છે. સંસાર વ્યવહારમાં આજે જૈન અને વૈદિકો અત્યંત ગાઢ પ્રસંગમાં રોજ રોજ આવે છે; ઘણેક ઠેકાણે બન્ને વચ્ચે રોટી-બેટી વ્યવહાર પણ હોય છે. છતાં એક બીજાનાં ધર્મો વિષે અત્યંત અજ્ઞાન અને ગેરસમજુતી પણ સાધારણ છે. વૈદિક ધર્મ, અવતારો, વર્ણાશ્રમવ્યવસ્થા વિશે જૈન ધર્મ કશું ન જાણતો હોય એવું વધારે ઓછું હોય છે; પણ જૈન ધર્મના તત્ત્વો, તીર્થંકરો ઇત્યાદિ વિષે વૈદિકો કાંઈ જ ન જાણતા હોય એવું અત્યંત સામાન્ય છે. એ સ્થિતિ ઇચ્છવા જેવી નથી. સર્વ ધર્મોનું - સર્વ ગ્રન્થોનું અવલોકન કરી, સર્વ મત પંથો વિષે નિર્વૈર રાખી, પ્રત્યેકમાંથી સારાસારનો વિવેક કરી સારનો સ્વીકાર અને અસારનો
૯૫