આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ


થાય છે. માયાવાદ, પુનર્જન્મવાદ વગેરે આ પ્રકારના વાદો છે. એ જીવન તથા જગતને સમજાવવા માટેની કલ્પનાઓ જ છે એ ભૂલવું ન જોઇયે. જેની બુદ્ધિમાં જે વાદ રુચે તે ગ્રહણ કરી એ બન્નેને સમજી લેવા એમાં દોષ નથી; પણ એ વાદને એક સિદ્ધાંત એટલે સાબીત કરેલી વસ્તુ તરીકે સ્વીકારીયે ત્યારે વાદભેદને માટે ઝગડાઓ જ કરવા તરફ પ્રવૃત્તિ થાય છે. ધર્મના વિષયમાં અનેક મતપંથો પોતાનો વાદ વિશેષ સયુક્તિક છે એ ઠરાવવા માટે જ માથાકુટ કરે છે. એટલેથી જ અટકે તો ઓપણ એક વાત છે. પણ એ વાદને સિદ્ધાંત તરીકે માની લઇ, એનાં પાછાં પ્રત્યક્ષ રીતે અનુભવાય એથી જુદાં પરિણામોનાં તર્કશાસ્ત્રના નિયમોથી અનુમાનો કાઢી, તે ઉપરથી જીવનનનું ધ્યેય, ધર્માચારની વ્યવસ્થા, નીતિના નિયમો, ભોગ અને સંયમની મર્યાદાઓ વગેરે રચવામાં આવે છે, ત્યારે મુશ્કેલીઓનો છેડો જ નથી આવતો.

જિજ્ઞાસુને કોઈપણ વાદને શરૂઆતમાં સ્વીકારવો તો પડે. પણએણે એને સિદ્ધાંત માની એ વિષે અત્યાગ્રહ રાખવો ઉચિત નથી. જેવી કલ્પના પર સ્થિર થઇયે તેવી જાતનો અનુભવ લઇ શકાય, એવું ચિત્તમાં આશ્ચર્ય રહ્યું છે. કોઇ માણસ પોતાને રાજા કલ્પ્યા કરે તો તેની કલ્પના એવી દૃઢ થાય કે કેટલેક દિવસે એ પોતાનામાં રાજાપણું જ અનુભવે. પણ એ પ્રકારે કરેલો કલ્પનાનો કે વાદનો સાક્ષાત્કાર એ કાંઇ સત્ય સાક્ષાત્કાર
૧૦૧