આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બુદ્ધ-મહાવીર


વાત ખરી હોય તોપણ સદ્વિષયમાં જ લાગી રહેલા મનને ચિંતા કરવાની જરૂર નથી. આ જન્મમાં જે પાંચ અનિવાર્ય દુઃખ છે તેથી છઠ્ઠું દુઃખ બીજે જન્મે પણ અવવાનું નથી. એ દુઃખને માટે જો આજે તૈયારી હોય, તો પછી બીજા જન્મમાં પણ એ સહન કરવાં પડશે, એવી ચિંતાથી મુંઝાવાની જરૂર નથી. માટે જન્મ મરણ વગેરે દુઃખોની બીક ટાળી, મનને શુભ પ્રવૃત્તિ, શુભ વિચાર વગેરેમાં લગાડી દેવું, એ શાન્તિનો નિશ્ચયપૂર્વક માર્ગ છે. આ માર્ગને વિશેષ વિસ્તાર પૂર્વક સમજાવી બુદ્ધે આર્ય અષ્ટાંગિક માર્ગનો ઉપદેશ કર્યો. એમાં એમણે કોઇ વાદો, પરોક્ષપૂજા કે કોઈ બુદ્ધિ વિરહિત શ્રદ્ધેય વસ્તુ કે વિધિઓનું સ્થાપન કર્યું નહિ.

૩. જે સુખની ઇચ્છા કરે છે, તે જ દુઃખી છે; જે સ્વર્ગની ઇચ્છા રાખે છે, તે જ નિષ્કારણ નરકયાતના ભોગવે છે; જે મોક્ષની વાસના રાખે છે, તે જ પોતાને બુદ્ધ જુએ છે; જે દુઃખને આવકાર આપવા નિરન્તર તૈયાર છે, તે હમેશાં શાન્ત જ છે; જે સતત સદ્વિચાર અને સત્કર્મમાં મશગુલ છે, તેને જેમ આ જન્મ આવ્યો, તેમ બીજા હજાર
૧૦૯