આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મહાભિનિષ્ક્રમણ


જન્મ

૧. આશરે ૨૫૦૦ વર્ષ પૂર્વે હિમાલયની તળેટી આગળ ચમ્પારણ્યની ઉત્તરે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામે એક નગરી હતી. [૧]શાક્ય કુલના શુદ્ધોદન રાજાની એ રાજધાની હતી. શુદ્ધોદન [૨]ગોતમવંશની માયાવતી અને મહાપ્રજાપતિ નામે બે બહેનો જોડે પરણ્યો હતો. માયાવતીને પેટે એક પુત્રનો જન્મ થયો, પણ તેના જન્મ પછી સાત દિવસમાં જ તે પરલોકવાસી થઈ અને તેને ઉછેરવાનો ભાર મહાપ્રજાપતિ ઉપર પડ્યો.



  1. આ કારણે બુદ્ધ શાક્ય અને ગૌતમ મુનિના નામે ઓળખાય છે.
  2. આ કારણે બુદ્ધ શાક્ય અને ગૌતમ મુનિના નામે ઓળખાય છે.