આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંપ્રદાય

.


આ અષ્ટાંગ માર્ગ એ બુદ્ધનું ચોથું આર્યસત્ય છે.

આને મધ્યમ માર્ગ કહ્યો છે, કારણકે આમાં અશુભ પ્રવૃત્તિઓનો સ્વીકાર નથી અને શુભ પ્રવૃત્તિઓનો ત્યાગ નથી. જે અશુભ, અથવા શુભ અને અશુભ બન્ને પ્રવૃત્તિઓમાં પડે છે તે એક છેડે છે; જે બન્ને પ્રવૃત્તિથી દૂર રહે છે તે બીજે છેડે છે. બુદ્ધનો અભિપ્રાય શુભના સ્વીકાર અને અશુભના ત્યાગનો છે.

બૌદ્ધશરણત્રય

૬. બુદ્ધને જે ઇષ્ટ તરીકે સ્વીકારે, એણે ઉપદેશેલા ધર્મને માન્ય રાખે અને એના ભિક્ષુસંઘનો સત્સંગ કરે એ બૌદ્ધ કહેવાય. बुद्धं शरणं गच्छामि | धर्मं शरणं गच्छामि | संघं शरणं गच्छामि | આ ત્રણ શરણો લઇ બુદ્ધધર્મમાં પ્રવેશ થાય છે.*[૧]


બુદ્ધધર્મ

૭. ચાર આર્યસત્યોમાં મનુષ્યને પોતાની ઓછીવત્તી શક્તિ પ્રમાણે મન, કર્મ વચને નિષ્ઠા થાય અને અષ્ટાંગમાર્ગની સાધના કરતાં કરતાં તે બુદ્ધદશાને પામે એ હેતુને અનુકૂળ આવે એવી રીતે બુદ્ધે ધર્મનો ઉપદેશ કર્યો છે. એણે



  1. *પાછળ 'શરણત્રય' પર નોંધ જૂઓ.


૨૩