આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંપ્રદાય

.

મધ્યાહ્‌ન પછી જમવું નહિ, (૩) નૃત્ય, ગીત્, ફુલ, અત્તર વગેરે વિલાસોનો ત્યાગ અને (૪)ઉંચા અને મોટા બિછાનાનો ત્યાગ.

ભિક્ષુના ધર્મો

૧૦. બિક્ષુ બે પ્રકારના છે : શ્રામણેર અને ભિક્ષુ. વીશ વર્ષની અંદરના શ્રામણેર કહેવાય છે. એ કોઇ ભિક્ષુના હાથ તળે જ રહે, એટલો જ એમાં અને ભિક્ષુમાં ફરક.

ભિક્ષા પર આજીવિકા કરવાની, ઝાડ નીચે રહેવાની, ફાટેલાં કપડાં ભેગાં કરી તે વડે શરીર ઢાંકવાની અને ઔષધાદિક વિના ચલાવવાની ભિક્ષુની તૈયારી હોવી જોઇએ. એણે સોનારૂપાનો ત્યાગ કરવો જોઇયે અને નિરંતર ચિત્તના દમનનો અભ્યાસ કર્યા કરવો જોઇએ.*[૧]



  1. * નીચેના શ્લોકોમાં બુદ્ધનો ધર્મ ટુંકામાં આપ્યો છે :
    प्राणाघातान्निव्रुत्ति परधनहरणे संयमः सत्यवाक्यं
    काले शत्तया प्रदानं युवतिजनकथामूकभावः परेषाम्
    तृणास्रोतो विभंग्नो गुरुषु च विनयः सर्वभूतानुकम्पा
    सामान्यः सर्वशास्रेग्वनुपकृतविधिः श्रेयसामेष पन्थाः ॥
    सव्व पापस्यं अकरणं, कुसलस्स उपसंपदा ।
    सचित्तपरियो दमनं एतं बुद्धान सासनम् ॥
    સર્વ પાપથી નિવૃત્તિ, કુશલમાં પ્રવૃત્તિ અને પોતાના ચિત્તનું દમન એ બુદ્ધનો ઉપદેશ છે.


૨૫