આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

અપશબ્દો સહન કરી લઈશું, તો એમની બીકથી બીજે જવાનું પ્રયોજન નહિ રહે, અને આમની ચાર આઠ દિવસ ઉપેક્ષા કરતાં એ પોતાની મેળે મૂંગા થઈ જશે.

૭. બુદ્ધના કહેવા પ્રમાણે જ સાત આઠ દિવસમાં શિષ્યોને અનુભવ થયો.


ખૂનનઓ આરોપ

૮. વળી એકવાર બુદ્ધ શ્રાવસ્તીમાં રહેતા હતા. એમની લોકપ્રિયતાને લીધે એમના ભિક્ષુઓનો શહેરમાં સારો આદરસત્કાર થતો. આથી અન્ય સંપ્રદાયના વેરાગીઓને ઇર્ષ્યા થવા લાગી. એમણે બુદ્ધ વિષે એવી વાત ફેલાવી કે એમની ચાલચલગત સારી નથી. થોડા દહાડા પછી વેરાગીઓએ એક વેરાગી સ્ત્રીનું ખૂન કરાવી, તેનું શબ બુદ્ધના વિહાર પાસે એક ખાડામાં ફેંકાવ્યું, અને પછી રાજાની આગળ પોતાના સંઘની એક સ્ત્રી ખોવાય છે એમ ફરીયાદ કરી અને બુદ્ધ અને એના શિષ્યો પર વહેમ ખાધો. રાજાના માણસોએ શબ માટે તપાસ કરી અને બુદ્ધના વિહાર પાસેથી એને શોધી કાઢ્યું. થોડા વખતમાં આખા શહેરમાં આ વાત ફેલાઇ ગઇ અને બુદ્ધના તથા એના ભિક્ષુઓ

૫૨