આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અથવા વિકૃતિ રૂપે પેખે છે. જગતનો શાશ્વત નિયમ- જગતને ટકાવનારો નિયમ - પરસ્પર પ્રેમવૃત્તિ છે એમ જ એને દેખાય છે. એના ચિત્તની પ્રેમસમાધિ છે.

કોઇ ભક્ત પોતાના ઇષ્ટ દેવની મૂર્તિને જ અણુઅણુમાં પ્રત્યક્ષવત્ દેખે છે. એની મૂર્તિને વિષે સમાધિ ગણાય.

એ રીતે જે ભાવનામાં ચિત્તની સ્થિરતા થઇ હોય તે ભાવનાની એને સમાધિ છે એમ કહેવાય.

દરેક મનુષ્યને આ રીતે કોઇ ને કોઇ સમાધિ છે. પણ જે ભાવનાઓ મનુષ્યની ઉન્નતિ કરનારી છે, એનું ચિત્ત શુદ્ધ કરનારી છે, એને સુખદુઃખથી પર કરી શાન્ત કરી મુકનારી છે, એ ભાવનાઓની સમાધિ અભ્યાસ કરવા જેવી કહેવાય. એવી સાત્વિક સમાધિઓ જ્ઞાનશક્તિ, ઉત્સાહ, આરોગ્ય વગેરે સર્વેને વધારવાવાળી છે; એ બીજાને પણ આશીર્વાદ રૂપ થઇ પડે છે. એમાં સ્થિરતા થયા પછી એમાંથી વ્યુત્થાન થતું નથી, એટલે પાછી નીચલી હલકી ભાવનામાં પ્રવેશ થતો નથી. એવી ભાવનાઓ તો મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા વગેરે મિત્રભાવના બંધાય, પછી એમાંથી ઉતરીને હિંસા કે દ્વેષ થાય જ નહિ. આવી ભાવનાઓ અને શીલોના અભ્યાસથી મનુષ્ય શાન્તિ અને સત્યના દ્વાર સુધી પહોંચે છે. ભાવનાઓના આ પ્રમાણને ઉત્કર્ષ વિનાની હઠથયોગની સમાધિ વિશેષ