આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૦૭
 


‘એ છોકરીને પણ હાથ અરાડશે તેનો જાન જશે એ ચોક્કસ !’ ગૌતમે ચપ્પુને ઊંચો કરી ટોળા સામે ધર્યો. ગૌતમનાં મુખ ઉપર પણ એક જાતની ઘેલછા પથરાઈ ગઈ હતી.

હિંદનાં હિંદુમુસ્લિમ ટોળાં પણ નામર્દોનાં જ બનેલા હોય છે. સામે સામનો જુએ છે એટલે તેમના પગમાં વીજળી આવે છે. એકલદુકલને તેઓ બહાદુરીથી મારે છે, દૂર રહ્યે રહ્યે પથરા ફેંકી શકે છે, સંતાતાં ગભરાતાં માનવીઓનાં મકાનો બાળી શકે છે, પરંતુ મજબૂત સામનો જુએ ત્યાં ચકલાની માફક વેરાઈ જાય છે.

બંને પક્ષને લાગ્યું કે આ કોઈ વિચિત્ર માણસ અહીં ઊભો છે. ગાંધીવાદી તો ન જ હોય; કારણ તે પેન્સિલ છોલવા પણ ચપ્પુને હાથ અરાડે નહિ.

‘અડક્યા કેમ ? નાપાક કાફર ! એને જ પૂરો કરો ! તમારી મસ્જિદ તોડી એ ભૂલી ગયા ?’ ટોળાની પાછળ ઊભેલા એક હૃષ્ટપુષ્ટ પુરુષે કહ્યું અને તે આગળ આવ્યો. ધર્મને નામે આજ હિંદુમુસ્લિમો ક્ષણે ક્ષણે ધર્મભંગ કરી રહ્યા છે.

હિંદુ ટોળાની પાછળથી એક હૃષ્ટપુષ્ટ પુરુષ હાથમાં ધારિયું લેઈ આગળ ધસી આવ્યો, અને બોલી ઊઠ્યો :

‘કાસમ, બંધ કર તારી જબાન ! સામે હું છું.’

‘કોણ કીસન ? મારી સામે ? જોજે, આમાંથી બાજી વધારે ન બગડે.'

‘હું ડરતો નથી એ તો તું જાણે છે ને ?’

‘તો હું તારાથી ડરું છું, એમ ?'

‘તું ડરતો હોય કે ના ડરતો હોય ! આ છોકરા ઉપર હાથ ઉગામ્યો તે ક્ષણે આખો મુસલમાન વગો સળગી જશે.'

કાસમ મુસ્લિમ ગુંડો હતો - કીસન હિંદુ ગુંડો હતો. બંને જીવજાન દોસ્ત હતા. બંનેએ એક જ ગુરુ પાસે અખાડામાં તાલીમ લીધી હતી. બંનેએ સાથે ગુનાઓ કર્યા હતા અને બંનેએ લૂંટ સરખી વહેંચી લીધી હતી. બંનેએ ભેગા મૉજ ઉડાવી હતી અને હજી પણ હિંદુમુસ્લિમ તોફાનો ભેગા મળીને જ કરાવતા હતા. બંનેનાં કાર્યો સરખાં જ હતાં. માત્ર તેમના ધર્મ અને નામ જુદાં હતાં. જરૂર પડે કીસન મુસલમાન પણ બની જતો, કાસમ હિંદુ પણ બની જતો. ધર્મ અને નામ જુદાં હતાં. એ માત્ર અકસ્માત જ હતો.

મિત્ર તરીકે બંને એકબીજાની આમન્યા પાળતા હતા. હજી સુધી એકબીજાની સામે એ ઊભા રહ્યા ન હતા. હિંદુમુસ્લિમ ઝઘડા અને