આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦ઃછાયાનટ
એ શાંતિમાંથી એક ડૂસકું દૂરથી સંભળાયું.
ગૌતમે તે તરફ જોયું.
તેના પિતા એક સ્થળે ઊભા ઊભા દુપટ્ટાથી પોતાની આંખ લૂછતા હતા !
ગૌતમને ખોળતાં આ હુલ્લડના સમયમાં તેમને કેટલી મુશ્કેલી પડી હશે ? ગૌતમ પકડાયો. એની ખબર પણ તેમને બે દિવસ પહેલાં જ કોઈએ આપી હતી.
‘નામદાર, હું મારા પિતા સાથે વાત કરી શકું ?’ ગૌતમે પૂછ્યું.
'Ny-a-o!’ ‘નો’ (ના)ને બહુ જ ઊંચી ઢબના અંગ્રેજી ઉચ્ચારમાં મૂકી ન્યાયાધીશે ગુનેગારની વિનંતીને નકારી.
અને ગૌતમ ચાર વર્ષ કેદખાનામાં ગુમ થઈ ગયો.