આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨ : છાયાનટ
 


ગૌતમે વટાણાના દાણા ઊંચકી ખિસકોલી તરફ ગબડાવ્યા. અશ્રદ્ધાળુ ખિસકોલી પહેલી તો દોડીને ભીંત ઉપર ઊંચે ચડી ગઈ.

ગૌતમ હસ્યો.

જરા વાર રહી હિંમત કરીને તે નીચે ઊતરી અને ડરતે ડરતે વટાણા પાસે આવી એક દાણો ઊંચકી દોડી ગઈ.