આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨ : છાયાનટ
 


નૂરનો એ સૂર ! કેદખાનાની ગુંડાગીરીએ એની હત્યા કરી. ગૂંચવાઈ રહેલા ગૌતમને આખા સાડાત્રણ ચાર વર્ષના ગાળામાં એક ખિસકોલી જ યાદ કરવા સરખી લાગી.

એને એનાં જૂનાં કપડાં મળ્યાં. વીસ રૂપિયા રહી ગયા હતા તે પણ મળ્યા. કામધંધામાંથી પરવારી ગયેલાં સેવાભાવી સ્ત્રીપુરુષોએ કાઢેલી બંદીવાનોને છૂટ્યા પછી મદદ કરનારી એક મંડળીમાં જઈ સહાય લેવાની સૂચના પણ મળી, અને જગત સાથેનો તૂટી ગયેલો સંબંધ પાછો સંધાયો.

કયો સંબંધ ?