આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૩૯
 

વિદ્યાર્થીઓ પણ છેવટે આ કંગાલોનાં જ સંતાનો ને ?’ ગાડીમાં ઊભા રહેલા પ્રતિષ્ઠિતો તરફ આંગળી કરી તેણે કહ્યું.

રેલ્વે ગાડીના ઘસારામાં અડધાં ઊંઘરેટ મુસાફરોને આ બન્ને વચ્ચેની વાત પૂરી સમજાતી ન હતી.

‘શા ઉપરથી આમ કહો છો ?’

‘કહી દઉં ? તારા જ ઉપરથી.’

‘એટલે ?'

'તને પ્રિન્સિપાલે દાખલ ન કર્યો એટલે તું બહાદુરમાં બહાદુર વિદ્યાર્થી, નહિ ?’

'કોણ જાણે !'

'હું જાણું છું. પણ હજી તને લડતાં આવડતું નથી. એક જ ક્ષણમાં હું તને ભોંય ભેગો કરી નાખત.'

‘ધારો છો એટલું એ સહેલું નથી.’

કીસને સ્મિત કર્યું. એના આત્મવિશ્વાસનો પાર ન હતો. સ્મિતસહ તેણે પૂછ્યું :

'તને લાઠી આવડે છે ?’

‘ના. થોડી શીખવા માંડી હતી.'

‘કુસ્તીના દાવ જાણે છે ?’

‘કુસ્તી કરનારની બુદ્ધિ જડ થાય છે એવો વિદ્યાર્થીઓનો મત છે, એથી હું શીખ્યો નહિ.’

‘એ મતમાં જ વિદ્યાર્થીઓની બુદ્ધિજડતા હું જોઈ શકું છું. વગર કુસ્તીએ કયી ચબરાકી તમારા વિદ્યાર્થીઓએ દેખાડી ? ઠીક. મુક્કાબાજી જાણે છે?'

'ના.'

'છરી-ખંજરના દાવ?'

'અંહં.'

‘અહિંસક ખરા ને ! જો, તારા સરખી હિંમતવાળો વિદ્યાર્થી પણ મારામારીની એક પણ તરકીબ જાણતો નથી. બીજા કોઈ એ જાણે છે ખરા?'

‘નહિ જેવા.'

‘હજાર વિદ્યાર્થીએ દસ પણ નહિ, અને જે જાણતા હશે તે પણ આવડતના પ્રદર્શન પૂરતું. ઉપયોગ માટે નહિ. તમારા હજારે વિદ્યાર્થીઓને