આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૯૧
 


‘હા, હા, હું ગૌતમ છું. શું છે ?’ ગૌતમને લાગ્યું કે આ માણસને તેણે જોયો હશે.

‘તારાં કૂંડાં પૂરાં થયાં. હવે લાકડી વગર કશું તારી પાસે નથી. વગર આવડતે પણ ગુંડાગીરી શું કરે છે તે જોયું ?’

‘કીસન પહેલવાન છે કે ?’ ગૌતમે કહ્યું.

‘હા. તું છે એટલે હવે કશું આગળ નહિ થાય. નહિ તો આ ઘર અત્યારે બળીને ખાખ થઈ જાત.'

‘પણ કાંઈ કારણ ?’

‘કારણ તારા કરતાં શેઠ વધારે સારી રીતે સમજશે.' કહેતાં કીસન પહેલવાન આવ્યો. તેની પાછળ ફરી ભેગા મળી આવતા ટોળાને તેણે લાઠી ઊંચી કરી રોક્યું અને કહ્યું :

‘અરે, પાછા જાઓ મૂર્ખાઓ ! અહીં ક્યાં મુસલમાન તમને જડ્યો ? આ છોકરો જુઠું બોલે એવો નથી. આગળ વધો અને જય કીસનદાસનું ઘર જુઓ !’

‘આ શું તોફાન માંડ્યું છે ? નાહકનાં ખૂન થાય છે ! જરા અટકાવો.' ગૌતમે કહ્યું.

‘બેત્રણ દિવસમાં બધું શમી જશે. ચાલો, તમારે કોઈને જવું છે ? પહોંચાડી દઉં.' કીસને કહ્યું.

‘હા, અમારે હૉસ્ટેલમાં જવું છે.’ અરવિંદે કહ્યું.

‘ચા પીઈને જાઓ.’ મિત્રાએ કહ્યું.

‘આમંત્રણ મને પણ ખરું કે નહિ ?' કીસને આમંત્રણ માગી લીધું.

‘સહુની ખાતરી થઈ ગઈ હતી કે કીસન તોફાનીઓનો સરદાર હતો. અને તેના તથા ગૌતમના પરિચયને લીધે આ ઘર બળતું રહી ગયું. કીસનને ના પડાય એમ ન હતું, છતાં તે આવ્યો નહિ. એકલે માણસોને બહાર બેસાડી તે ચાલ્યો ગયો.

સહુ અંદર ગયા. મિત્રાએ તથા નિશાએ ચા તૈયાર કરી સહુને આપી.

‘પણ શેઠસાહેબ ક્યાં છે ?’ શરદે પૂછ્યું.

‘એ તો ગભરાઈ ગયા લાગે છે.’ મિત્રાએ કહ્યું.

‘અહીં બોલાવો ને ?’ દીનાનાથે કહ્યું.

મિત્રાએ અંદર જઈ પોતાના પિતાને બોલાવ્યા. તેઓ એવી જગાએ સંતાયા હતા કે જ્યાંથી બહાર બનતા બનાવો તેમને સમજાય અને છતાં