આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રીજા પ્રયાણને છેલ્લે ખાંભે
૧૧૩
 

લઈને ઊઠ્યાં. ઊડતાં ઊડતાં ગૂંગણા નામે સમુદ્રમાં તુંબડું નાખ્યું, ને સમુદ્રને ભલામણ કરી કે, ‘ચાર મહિના મારા પેટમાં હતો, હવે પાંચ મહિના તું સાચવજે.’

પછી આ તુંબડું સિંધ સમોઈના રાજા સમાને હાથ આવ્યું. એણે ઘેર લઈ જઈ કુંવર તરીકે એ બાળકને ઉછેર્યો. એનું સગપણ ઝાલા અને સોઢામાં કર્યું. માતાએ સ્વપ્નમાં આવી કહ્યું કે, ચારણ બાળને રાજકન્યા ન પરણાવાય. રાજા કહે કે, મારું વચન નહિ ફરે. માતા કહે કે, ઠીક, હું યોગ્ય કરીશ. એણે લગ્ન-ચૉરીમાં આવી રાજકન્યાને શિરે લોબડી (ચારણીને એઢવાની કામળી) ઢાંકી. તે દીથી એ (તુંબેલ – તુંબડામાં સેવાયેલ) ચારણનાં બે કુળ: સોઢી રાણીના તે મધુડા તુંબેલ અને ઝાલાની કન્યાના તે સાખડા તુંબેલ.

સામાન્ય વાચકને માટે કદાચ નીરસ બની જાય તેવી આ વિગતોને, અભ્યાસીઓ પૂરતી વિશેષ ઉપયોગી બનાવવા માટે હવે તો પૂરી જ આપી દઉં. તુંબેલ ચારણોની શાખા પેટાશાખાઓનાં નામો આ મુજબ છે:

ગૂંગણા શાખાની પેટા-શાખા:—ટા, કાગ, રાગ, રૂડાસ, મૂન, મવર, ગઢ, સિંધીઆ, ભાકચર, વરમલ, ભીંડા.

ભાનવાચા શાખાની:— લૂણા, જામ, સંઠીઆ, બુધીઆ, મોવાણીઆ ભાદરવા, ધમા, વડ, સીહડા, મેઘડા.