આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્રીજા પ્રયાણને છેલ્લે ખાંભે
૧૨૧
 

ઘાયલ થઈ ઘરમાં ફરું
મારી તલપ ન બૂઝે તોય—મને૦

બાઈ મીરાં કે’ પ્રભુ ગીરધરનાં ગુણ,
દેજો સંતો ચરણે વાસ,
કાશી નગરના ચોકમાં
ગુરુ માળ્યા રોહીદાસ—નાતો૦

મીરાંના તીવ્ર મનોભાવ પણ ભાષા અને રચના સોરઠની તળપદી. મીરાં, ગોપીચંદ, ભરથરી, ગોરખ, કોઈ પણ પરપ્રાંતીય સંતનો કિસ્સો લો, એનાં ઊર્મિસંવેદનોને આત્મસાત કરીને સોરઠી ભજનિકોએ એને આપેલો કલાત્મક શબ્દદેહ એનો નિરાળો જ છે. એ સાહિત્યધન તળપદું સોરઠી છે, સ્વભૂમિનો જ પાક છે, નહિતર ‘પાંદ સરીખી મીરાં પીળી હુઈ’ એવો પ્રયોગ ભાગ્યે જ સાધી શકાયો હોત.

(૩)

દલ–દરિયામાં અખંડ દીવો રે,
દેખ્યા વિનાનું મારું મનડું ડોલે રે.

પ્રાંત્યુંનાના ભરિયલ ઓલ્યા ભવોભવ ભૂલ્યા ને,
સતગરુ વિનાં તાળાં કોણ ખોલે રે.

આ રે મારગડે અમે આવતાં ને જાતાં,
આનંદ ભર્યો મારા મનડાની મેળે રે.

છેલ્લી સનંદના તમે સુણે મારા ભાઈલા !
આખર જાવું સંગે જગ છેલે—દલદરિયામાં.

દોરે ને ધાગે સાજાં ન થાયેં,
જીવ્યાની દેરી એક હરીને હાથ રે,