આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આદિવાસીનો પ્રેમ


સાતપૂડા પહાડને ઉગમણે છેડે રળિયામણ મૈકલ– શિખરો આવેલ છે. નર્મદાના આદિસ્થાન અમરકંટકથી શરૂ થઈને સલેટેકરી વનમાં ચાલી જતી આ ગિરિમાળ એક કાળે ઋષિઓનું ધામ હતી. હજુ યે વિજન, વેગળી અને એકાંતવાસી આ શિખરમાળમાં આજે તો તેઓ વસે છે, જેને આપણે ફેશનમાં કહીએ છીએ ‘જંગલી જાતિઓ’: બૈગા. ગોન્ડ, અગરિયા, ધોબા, પરધાન, ભારિયા.

નવીન સમાજ સંસ્કૃતિથી અલિપ્ત, સરકારી કાયદાની સાંપટમાં ન આવેલાં, નીરોગી, નિજનિજનાં નીતિતંત્રોએ બંધાયેલાં, શિકાર, વનસામગ્રી અને ઢોરઢાંખર પર ગુજરતાં આ મુક્ત અર્ધનગ્ન માનવો–હા, એ માનવો છે––ની કને ભાલા ને તીરકામઠાં છે, ગીત અને નૃત્યો છે, પ્રબલ પ્રેમોર્મિ અને વિરહોર્મિનાં દર્દે સુહાતી જવાની છે, સરલ ને નિખાલસ હૈયાં છે.

આજે જ્યારે એ આદિવાસી પ્રજાની નિરાળી જીવન- પ્રણાલિઓને નષ્ટ કરી તેમને ‘સુધારી’ લઈ આજની યંત્ર