આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એને મુરશિદો મળ્યા
૧૫૭
 


તેલિ લલ નાવ દ્રામ
યેલિ દલ ત્રવ-મસ તતી.

ભાષાન્તર : મળને મેં જલાવી દીધા. જિગરને મારી નાખ્યું. મારું ‘લલ’ એવું નામ ત્યારે જ ધારણ કર્યું, જ્યારે એની કૃપા માટે હું રાહ જોતી બેઠી.

હજુ એક વધુ મૌક્તિક તપાસીએ :—

લલ બોહ દ્રાયસ લોલારે,
ચારાન લૂસ્તુમ દેન કેહો રાથ,
વુછુળ પંડિથ પનનિ ગરે,
સુય મે રોત્મસ નેછતુર ત સાથ.

અર્થ — પ્યારની પ્યાસે હું લલ્લ ચાલી નીકળી. કેટલા દિન અને રાત મેં શોધ કરી. આખરે પંડિતને તો મારા પોતાના ઘરમાં દીઠો. એટલે પછી મેં મંગળ મૂરત નક્કી કર્યું.

આ લલ–લલ્લ–લલ દેદ જેનું પૂરું નામ છે, તે એક નારી હતી. ચૌદમી સદીના કાશ્મિર દેશની એ ‘મિસ્ટિક’ મર્મઘાયલ લોક–કવયિત્રી હતી. ગૂઢાર્થ ભરી એની પદાવલિનો થોડોક પરિચય કરશું. અને સમજી શકશું કે ભારતવર્ષના સામસામા ભૂમિ-છેડા પર જે લોકવાણી ગવાતી તેમાં શબ્દે, ભાવે ને સંવેદને અભેદાત્મ એવી એક સમાનતા રમણ કરતી હતી.

જેમાંથી ઉપલાં અવતરણો લીધાં છે તે પુસ્તક અંગ્રેજીમાં છે. એનું નામ ‘કાશ્મિરી લીરિક્સ’ છે. મૂળ કવિતા–પાઠ એણે રોમન લિપિમાં મૂક્યા છે, ને તે દરેક પદની સામે અંગ્રેજી ગદ્યાનુવાદ આપ્યો છે. શોચનીય વાત