આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
છેલ્લું પ્રયાણ
 


એટલું જ કહીને, રખેને હું ચાલ્યો જઈશ એવી — ધારણાથી, પેલું દળદાર દાસ્તાન ઉઘાડી કહ્યું:

‘ફક્ત અનુક્રમણિકા જ વાંચી બતાવું. વાંચવા માંડી અક્કેક ગીતની પહેલી પહેલી પંકિતઓ:—

ચાંદરણાંની રાત રે, સ્વામી રમવા જવા દે.


ફૂલ ફૂટ્યું ને ચાઈલા ચાકરી હો મારા રાજ.


એક ઝીણી પિછોડીની ઓઢણી, એને ખસી જતાં
નૈ લાગે વાર રે.


પાન સરીખી ગોરી પાતળી.


ઓ મારા રંગીલા લાલ ! તું તો મને ગમતો નથી રે.


મોરવેલ વાડીની મધ્યે તલાવડી.

પણ પછી તો યુવાન નર્યાં શબ્દવાચનથી ન અટકી શક્યો. એણે તો તાલસૂર ઉપાડીને ગાવા માંડ્યું. એના ધીરા ગળામાંથી ખરજનાં હલકદાર મોજાં ઊઠયાં:—

પેલી ચાંલ્લાવાળી કોણ?
એનો ચાંલ્લો ઝપાઝપ!
મારુ મન્ન મોહ્યું રે.