આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
છેલ્લું પ્રયાણ
 


માનવ–જીવ જતો જતો પાછળ એક નજર નાખે છે. સંગાથે કોઈ આવે છે ખરું ? હા, આવે છે —

તાંબાની તોલડીમાં આગ, જો રે બેની !
તે પણ આવે રે સંગાથ, જો રે બેની !


લીલા તે વાંસની પાલખી રે બેની !
તે પણ આવે રે સંગાથ, જોને બેની !


દાભ દશેઈનો સાથરો રે બેની !
તે પણ આવે રે સંગાથ, જો રે બેની !

આઘું જઈ જઈને વારે વારે પાછળ સંગાથ જોતા જીવને છેલ્લી વિદાય દેવાય છે —

જીવ તું શિવને સંભારજે !
મારું મારું રે બહુ કીધું,
અંતે નહિ આવ્યા કામ,
અંતે નહિ આવ્યા કામ,
જીવ તું શિવને સંભારજે !

લોકસાહિત્યની જનપ્રિયતાને, ઢોંગપ્રપંચો કરી કરી ડહોળનારા જ્યારે અનેક પરોપજીવીઓ ઉમટી પડ્યા છે, ત્યારે શુદ્ધ શાસ્ત્રીય દૃષ્ટિએ અને ઉલ્લસિત રસદૃષ્ટિએ જનતાના નીચેના થરો સુધી પહોંચીને મોતી તાગનારા મરજીવા કોઈક જ નીકળે છે. કામ કપરું છે. આ ભાઈએ એક બે વાતો કહી. એક ડોશીને કહે કે ગાઓ : ડોશી કહે, મને તો દળતાં દળતાં યાદ ચડે. વારૂ માડી ! તો દળો ને ગાઓ : પણ ભૈ ! દળું તે શું ? મારાં કાળજાં ? આ રેશનિંગમાં