આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
છેલ્લું પ્રયાણ
 


'જે મરણ પામ્યું છે તેને ઢંઢોળ્યે કશો લાભ નથી. સારું કે નરસું, મર્યું છે તે છે મર્યું. પણ એના પર વિસ્મૃતિની ધૂળ વાળી દેતાં પહેલાં ખાતરી કરજો કે ખરેખર એમાંથી પ્રાણ ચાલ્યા ગયા છે?

'મારો દાવો છે, કે જૂનાં લોકગીતોને જન્માવનાર 'સ્પિરિટ' હજુ મર્યો નથી, મરી જઈ શકે નહિ, અને ભલે બહિરંગ ઘાટે આકારે નહિ તો પણ ભાવિ કાર્યના પાયા લેખે એ જૂના સ્પિરિટની નવજાગૃતિ કરવી એ હિતાવહ છે.'