આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મામની વચ્ચે જીવવાની મોજ
૬૫
 


પછી પહેલી હાર પાછી પૂછે—

તમને કિયાં બ્હેન ગોરાં ગમશે રાજ !
 અચકો મચકો કારેલી.

ઉત્તરમાં-

અમને અમુક બ્હેન ગોરાં ગમશે રાજ-

[હાજર હોય તેમાંથી જ ઘણે ભાગે, પરંતુ કોઈનાં ગેરહાજરનાં નામો પણ મુકાય છે.]

અચકો મચકો કારેલી.

પાછાં પૂછે—

એ કાળીને
(કે ઊંચીને કે જાડીને વિગેરે વિશેષ મુકાય છે)–

શું કરશો રાજ!
અચકો મચકો કારેલી!--

આ ગીત આખું [સળંગ] તમને મળી શકશે એવી આશા રાખું છું.

તે વિષે જણાવવાની એક બે બાબતો નીચે પ્રમાણે:-

'લાછા'–“લક્ષણ” ઉપરથી હોઈ શકે?

'અચકો મચકો કારેલી” એ લીટીના અર્થ વિષે ઘણું ચર્ચા પૂર્વે થઈ હતી. નીચે પ્રમાણે અર્થ સ્વીકારવા જેવો ગણાયલો.

આજ કહો, મુજકો, કાં રહેલી ?
અચકો, મચકો, કાં રે 'લી !