આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
છેલ્લું પ્રયાણ
 


ભડકા રૂપ વડલામાં ગાયેબ બન્યો. પણ પદ્માએ તો એને પ્રીછ્યો હતો. એનું સ્થાન સાચા વરે લીધેલ જોતાં જ એ પણ ઠેકીને નીચે ઊતરી પડી. સદાને માટે એ સ્ત્રીએ વડલાને જ પોતાનું સ્થાનક બનાવ્યું.

આ રસિક–ભયંકર કથાને સવિસ્તર મેં આલેખી છે, (સૌરાષ્ટ્રની રસધાર ખંડ પાંચમામાં. ) પણ એ માંગડાની પ્રેમવાર્તામાં તો ફણગાં ને ડાળાં એક કરતાં વધુ કૂટ્યે ગયાં છે. માંગડો ઠેકાણે ઠેકાણે પ્રેતરૂપે દેખા દેતો હોવાનું આ વર્તમાનમાં પણ લોકો કહે છે. ગીરમાં અમે કંટાળા ગામે ગયા હતા, ત્યાં નદીને પાર, સામે જ 'માંગડાનો ડુંગર' નામે ઓળખાતો વિશાળ ડુંગર છે. એ કંટાળા ગામમાંથી થોડાં વર્ષો પૂર્વે એક ચારણ, યજમાન ગરાસદાર રામ નોળને ઘેરથી સાંજવેળા બીજે ગામ જવા નીકળેલ. વળતા પ્રભાત એણે પાછા આવી દરબારનો આભાર માન્યો પૂછ્યું કે ' શી, બાબત ગઢવા? ' કે ' રાતે તમે માંગડાને ડુંગરે મને અફીણનો મોટો ગોટો દઈ મેલ્યો બાપ, તે માટે.' એમ કહીને અફીણનો મોટો ગોટો બતાવ્યો. નીરખીને દરબાર ચકિત બન્યા. કહે કે ' ના ભૈ, મેં તો મોક્લેલ નથી.' ગઢવો કહે કે, 'માર્ગે મને અફીણનો ઉતાર આવી ગયો, ડાબલી ખોઈ બેઠો હતો. ટાંટીઆ ઘસતાં રસ્તો ભૂલ્યો, રાત પડી ગઈ એ ટાણે ધોળાં વસ્તરવાળા એક જુવાને આવી આ ગોટો દેતે દેતે કહ્યું, કે લ્યો ગઢવા, રામ નોળે લઈ મેલ્યું છે.'

સાંભળીને સૌને થયું કે, ' નક્કી માંગડાવાળો ! '

+