આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોખમની વચ્ચે જીવવાની મોજ
૭૭
 


ગઢવાએ યજમાનને કુલાવવા ટોડો માર્યો હોય કે ચાય તે હોય, માંગડો ડુંગર, ધાંતરવડી નદી, ધાંતરવડ ગામ, વગેરે પ્રદેશમાં માંગડાનો પ્રેતાવતાર અદ્યાપિપર્યત ચાલુ હોવાનું બોલાય છે. પૂછે કે, 'પણ એનું કારણ શું?' જવાબ જડશે કે, ' પ્રેમવાસના એની એટલી બધી પ્રબલ હતી કે હજુ એનો છુટકારો થયો નથી ' મારા તે રાત્રિના દુહા કહેનારે એક કહ્યો તે દુહો પણ એવી જ કઈક ઘટનાને સૂચવે છે :-

ઢૂંઢો ઢાઢી ઢાંકનો,
આવ્યો વડલા માંય;
માંગડે પાણી માગિયું,
જીવ અસર ગત જાય.

ઢાંક ગામનો કોઇ ઢૂંઢો નામે ઢાઢી (યાચકની એક જાત ) વડલે આવ્યો, માંગડે મરતાં મરતાં એની કનેથી પાણી માગ્યું, એ નહિ મળ્યું હોય, તેથી જીવ અવગતે ગયો.

લોકસાહિત્યમાં વાસનાદેહી પ્રેતપાત્રોનું ગંભીર નિરૂપણ કરતી આવી વાર્તાઓ એક પ્રકાર લેખે સંગ્રહિત કરી લેવા જેવી છે. ભચાનક કે બીભત્સ રસની નહિ પણ વીર કે કરુણની દષ્ટિ રાખીને આ કામ કરવું જોઈએ. ચળીતર, વ્યંતર કે ભૂતડાકણનાં વાર્તાનો પ્રકાર આથી જુદો પાડવો જોઈએ.

+

જૂનાગઢની આ ખેપમાં ભારે ઉતારો ને આશરો