આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોખમની વચ્ચે જીવવાની મોજ
૭૯
 


પગારદારની નવી પરણેતર, જ્યારે પોતાને 'એ બા ! શીરામણ આલજો!' એવા તાબેદાર-બોલ સંબોધતો લાઈન વાળનાર બુઢ્ઢો ભંગી આંગણે ઊભો જુએ છે. ત્યારે પોતે પણ હાકેમીના આસન પર બેઠી છે એવો ગર્વ અનુભવે છે, 'એલા કાલ્ય વે'લો મેંદી લાવજે મેંદી,' એવી એ ઝાંપડાને જ્યારે આજ્ઞા આપતી હોય છે, ત્યારે આ બાઈને આંગણે હોળી, ગોકળ આઠમ કે દશેરાનું પર્વ આવી ઊભું છે, એમ તમારે નકકી સમજી લેવું.

+

પોતાનો પીંજારો પોલીસ-ધણી મોહરમના ધાસુરાના દિનોમાં હુલ્ય લેતો હોય છે અને પોતે તાબૂતની પછવાડે ગાતી ગાતી છબીલી છટાથી હુસેન ઈમામને ફુટતી હોય છે. કુટાઈ કુટાઈ લાલ ટશરો કાઢતી એની છાતી પર લીલાં છુંદણાં વિશેષ રૂપાળાં લાગે છે. ગુણપાટના પરદાવાળી ખપાટ –જાળી પાછળ લપાઈને બેઠેલી એ કદી કદી જ્યારે બહાર ધસી આવી પાડોશણ સપારણની સાથે લાંબા હાથ કરી કરી કજિયાની ધડાપીટ મચાવે છે ત્યારે મામલો વિફરી જાય છે, ને કોઈ કોઈ વાર ધણી ગાંડો બની સરકારી બંદૂકમાં કારતૂસ ચડાવે છે, ગોળીબાર ચલાવે છે, હરીફને ઠાર મારી પોતે પણ ગોળી ખાઈ પડે છે.

+

કોઈ કોઈ વાર એ ગુણપાટના પરદા પાછળથી વિચિત્ર માનવ-સ્વરો સંભળાય છે, કોઈકને શંકા પડે છે, ફાંકામાંથી