આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
છેલ્લું પ્રયાણ
 


અંદર દૃષ્ટિ કરે છે, 'દોડો, દોડો' એવું બુમરાણ પડે છે, જાળીની ખપાટો તોડવામાં આવે છે, અંદર લટકે છે– ગળાફાંસો ખાતી એકાદ સિપારણ. નવાનકોર ઉત્સવ-લૂગડાં પહેરી કરીને છાપરે બાંધેલ ગાળીઆમાં એણે ગળું પરોવ્યું હોય છે !

+

પણ તમારા કુતૂહલને નિરર્થક ઉશ્કેરી રહ્યો છું, આ પોલીસબેડાની દુનિયા અનોખી છે. તમારી સામે તાળાબંધ છે. તમે એમાં ભ્રમણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ, એકાદ નાનામોટા અમલદારને ઘેર બાળક બનવું જોઈએ, ઊંઝરવું જોઈએ અને તમારી ઉમ્મર પણ ફક્ત એટલી જ હોવી જોઈએ કે તમે આ સિપાહી-કોટડીઓનો સંસાર જુઓ છો છતાં સમજી કાંઈ જ નથી શકતા એવી એક ભ્રમણા ત્યાં ચાલુ રહે. ભ્રમણા જ હોય છે તે બધી, કારણ કે ગળાફાંસો જોયો ત્યારે હું માંડ સાત વર્ષનો હોઈશ.

શિશુકાળની સ્મરણ-છાપ કેટલી ઘેરી હોય છે, અને તે છતાં આવાં લાખો શૈશવની માવજત કરનારા માવતરો માસ્તરો, વાલીઓ ને પાલકો કેટલાં ગાફિલ હોય છે !

+

એવા પોલીસ–બેડામાંથી બુજરગોને ગોતીને બહારવટિયાના કિસ્સા પકડવા જૂનાગઢ ગયો. શ્રી છેલભાઈ આ અગાઉ જ્યાંનું ઉપરીપદ કરી આવેલા તે જામનગરના બહારવટિયા