આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોખમની વચ્ચે જીવવાની મોજ
૮૧
 


રાયદેની હકીક્ત મેળવવી હતી. જાણકાર સિપાઈઓ પાસેથી જૂજ જાજ વૃત્તાંત મળ્યું ખરું, પાણ વનસ્પતિજગતની પેઠે સંશોધનસૃષ્ટિમાં એ એકાદ વસ્તુનો પરિપાક-કાળ આવતાં કેટલી બધી વેળા લાગે છે? રાયદેની સર્વાંગ-સંપૂર્ણ હકીકત આજે જતી સત્તર વર્ષે એક તુંબેલ ચારણ પાસેથી હાથ લાગી. એક બહારવટિયા કે ડાકુની કથા લેખે વીરોચિત અંશોની એમાં ન્યૂનતા છતાં એ વૃત્તાંતમાંથી કાઠિયાવાડના એક અણદીઠ અપરિચિત સમાજ-સંસારનું ચિત્ર પ્રાપ્ત થયું. એ પ્રદેશ જામનગરને બારાડી મુલક: એ કોમ તુંબેલ શાખાના ચારણોની : અને એ ભાષા જાડેજી. મતલબ કે વિવિધ પ્રકારની નવીનતા.