પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૦૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
ચિત્રદર્શનો
 

થનગન પ્રભુનૃત્યે નાચતો,
ઉરમાં દેવહિડોલ ડોલવતો,
આત્મામાં બ્રહ્મભરતીનો ઉભરાવતો
એ ખાખી ભક્તરાજ મોહનદાસજી:
ગરીબોને સાહિત્યજલ પાતો,
કર્મગંગામાં ડૂબકાં ખાતો-તરતો,
તેજસ્થંભ શો ઉજ્જવલ ને ભારખમો,
મોભી અડગનિશ્ચયી કૂટસ્થ શો,
પરમ કર્મયોગી અખંડાનંદજી:
ને જ્ઞાનગમ્મતમાં કલ્લોલતો તે.
હું તો ડોકિયાં કરી જતો,
ઝાંખી લેતો, અડધુંક આવતો.
એ તો તારાઓ મહાજલના,
તૂટ્યો ત્‍હેમનો એ ત્રિવેણીનો ત્રાગડો.
નરનારાયણીનાં ભજનમંડલીનો
એ હતો ભોગી ભક્તરાજ.
અજબના એ અર્થ ઉકેલતો,
કૃષ્ણબંસીના બોલ પારખતો,
સાગર સાથે વાતો કરતો,
ચોપાટીને મોહમય આરે,
કે પાણખાણોની પેલી પાર વતનમાં
ડડ્ડા દ્‍હેરીના દ્વીપકલ્પને તીર
શિવમન્દિરની છાયામાં
બેસતો અડોલ ને અવ્યય,